રાષ્ટ્રીય ગ્રેપ્લિંગ સ્પર્ધામાં DLSS બોટાદનો દબદબો
બોટાદ, 25 ઓગસ્ટ (હિ.સ.)શ્રી આદર્શ માધ્યમિક વિદ્યાલય, બોટાદ સંચાલિત DLSS બોટાદના ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાની ગ્રેપ્લિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તા. 20થી 23 ઓગસ્ટ દરમિયાન ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે વંદના કટારીયા
મેડલ મેળવનાર ખેલાડી


બોટાદ, 25 ઓગસ્ટ (હિ.સ.)શ્રી આદર્શ માધ્યમિક વિદ્યાલય, બોટાદ સંચાલિત DLSS બોટાદના ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાની ગ્રેપ્લિંગ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કરી બોટાદ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. તા. 20થી 23 ઓગસ્ટ દરમિયાન ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે વંદના કટારીયા સ્ટેડિયમમાં રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા છઠ્ઠી ગ્રેપ્લિંગ રાષ્ટ્રીય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

દેશભરમાંથી આવેલા ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં DLSS બોટાદના ખેલાડીઓએ કુલ 20 મેડલ જીતી શાનદાર સફળતા મેળવી છે. જેમાં 11 ગોલ્ડ, 6 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.

આ સફળતા પાછળ DLSS બોટાદના કુસ્તી કોચ પરેશ કહાર તથા કુસ્તી ટ્રેનર ભમ્મર માનસીના માર્ગદર્શન અને સઘન તાલીમનો મહત્વનો ફાળો રહ્યો છે. ખેલાડીઓ દ્વારા દરરોજ આશરે 6 કલાકનું વર્કઆઉટ, નિયમિત તાલીમ અને શિસ્તબદ્ધ મહેનત કરવામાં આવે છે, જેના પરિણામે રાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધિ હાંસલ થઈ છે.

ખેલાડીઓની આ સિદ્ધિથી શાળા, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર બોટાદ અને સમગ્ર બોટાદ જિલ્લાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન થયું છે. આ સિદ્ધિ બદલ મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુ સાહેબ, આચાર્ય સંજય સાહેબ, કોચ, ટ્રેનર, શિક્ષકગણ, વાલીઓ તથા સમગ્ર DLSS પરિવાર દ્વારા વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande