પોરબંદરમાં 29 ઓગસ્ટે ‘ગઝલોત્સવ’ કવિ સંમેલન યોજાશે
પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સુરશ્રી કલ્ચરલ ક્લબ, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ‘ગઝલોત્સવ’ કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 29 ઓગસ્ટ, શનિવારેરાત્રે 8:30 કલાકે પોરબંદરના બિરલા હોલ ખાતે
પોરબંદરમાં 29 ઓગસ્ટે ‘ગઝલોત્સવ’ કવિ સંમેલન યોજાશે


પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત

સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સુરશ્રી કલ્ચરલ ક્લબ, પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ‘ગઝલોત્સવ’ કવિ સંમેલનનું

આયોજન કરવામાં આવ્યું છે. તા. 29 ઓગસ્ટ, શનિવારેરાત્રે

8:30 કલાકે પોરબંદરના બિરલા હોલ ખાતે આ કવિ સંમેલન યોજાશે.

કાર્યક્રમમાં અમદાવાદના ઉષાબેન ઉપાધ્યાય, વર્ષાબેન પ્રજાપતિ અને નિસર્ગ આહીર, સુરેન્દ્રનગરના દર્શક આચાર્ય, અમરેલીના કાલિન્દી પરીખ તથા પોરબંદરના સ્નેહલ જોશી પોતાની સ્વરચિત કવિતાઓ રજૂ કરી સાહિત્ય પ્રેમીઓને

કાવ્યરસનો આસ્વાદ કરાવશે. સમગ્ર કાર્યક્રમનું

સંચાલન સ્નેહલ જોશી કરશે. કવિ સંમેલનમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, મેયર સાગર મોદી, મ્યુનિસિપલ કમિશનર, એસ.પી. જાડેજા, ડૉ.સુરેશ ગાંધી, પવન શિયાળ, પ્રવીણ ખોરાવા, અનિલ કારિયા, ડૉ. અનિલ દેવાણી સહિતના મહાનુભાવો અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે

સુરશ્રીના સભ્યો તથા સાહિત્ય પ્રેમીઓને સંસ્થાના

ચેરમેન કિરીટ રાજપરા અને અકાદમીના મહામાત્ર

ડૉ.જયેન્દ્રસિંહ જાદવ દ્વારા ભાવભર્યું

આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande