
ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.) સોમનાથ પ્રભાસ પાટણના પુરાણ પ્રસિદ્ધ જમદગ્નેશ્વર મહાદેવને બાબા અમરનાથ શિવાલયનો દિવ્ય અલૌકિક શણગાર કરાયો પ્રભાસ એટલે સર્વત્ર તમોને શિવના મંદિરો નજરે ચઢે પ્રભાસ પાટણના દરજી વાળા ચોકમાં આવેલું પાવનકારી જમદગ્નેશ્વર મહાદેવનું મંદિર શિવ ઉપાસકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. ભગવાન પરશુરામ ના પિતા જમદગ્નેશ્વર ઋષિએ પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન શિવજીની તપસ્યા કરી હતી એટલે, આ શિવાલય જમદગ્નેશ્વર મહાદેવના નામથી જ આપી તેને પ્રસિદ્ધ થયું સ્કંદપુરાણ ના પ્રભાસ ખંડમાં આ શિવાલય નો ઉલ્લેખ છે.
શાસ્ત્ર ઉલ્લેખ પ્રમાણે ભગવાન પરશુરામ પણ પિતાની આજ્ઞાથી શિવજીની ઉપાસના કરી હતી અને સ્થાપના કરી હતી જેની યાદમાં પ્રભાસતીર્થમાં પરશુરામ તપોભૂમિ મંદિર પણ છે આ જમદગ્નેશ્વર મહાદેવના મંદિરે આજે પવિત્ર શ્રાવણના બીજા સોમવારે બાબા અમરનાથના બરફ શિવલિંગનો દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં દિવ્ય શિવલિંગ જવાના પથને પણ બરફથી આચ્છાદિત કરી મૂળ અમરનાથ શિવલિંગ માં દર્શનનો ધર્મલાભ મળ્યો હોય, તેવો અહેસાસ દર્શનાર્થીઓને થાય તેવી અનુભૂતિ સર્જી દર્શનાર્થીઓને ધન્યતામય અનુભૂતિ આપી હતી. આમ પ્રભાસતીર્થ ભગવાન શિવ અને જમદગ્નેશ્વર ઋષિ સાથે આદિકાળથી જોડાયેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ