મહાદેવ- ભક્ત વેણુ કન્યાની ભક્તિનું પ્રતિક વેણેશ્વર મહાદેવ મંદિર
ગીર સોમનાથ, 25 ઓગસ્ટ (હિ.સ.) પ્રભાસપાટણ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલું પ્રભાસપાટણ સોમનાથ એક પવિત્ર તીર્થ સ્થાન અને યાત્રા સ્થળ આવેલ છે. આ સ્થાનમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી લઈ કૃષ્ણ પરમાત્માના દેહોત્સર્ગ સુધીમાં અનેક પ્રાચીન અને પુરાતન
મહાદેવ ભક્ત વેણુ કન્યાની ભક્તિનું પ્રતિક


ગીર સોમનાથ, 25 ઓગસ્ટ (હિ.સ.) પ્રભાસપાટણ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં આવેલું પ્રભાસપાટણ સોમનાથ એક પવિત્ર તીર્થ સ્થાન અને યાત્રા સ્થળ આવેલ છે. આ સ્થાનમાં પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથથી લઈ કૃષ્ણ પરમાત્માના દેહોત્સર્ગ સુધીમાં અનેક પ્રાચીન અને પુરાતન પવિત્ર દેવ મંદિરો આવેલા છે જેમાંનું એક શિવ મંદિર વેણેશ્વર મહાદેવ નું પ્રાચીન મંદિર છે.

વેણેશ્વર મહાદેવ આદિ અનાદિકાળમાં વરૂણેશ્વર મહાદેવ તરીકે હતા. આ મંદિરનો પણ એક ઐતિહાસિક છે. યવનોના સમયમાં એક વેણી બાઈ નામની કન્યા હતી તે દરરોજ વરૂણેશ્વર મહાદેવની તન મનથી સેવા પૂજા અર્ચના કરતી એક સમયે સોમનાથને ધ્વંશ કરવા યવનો આવે છે ત્યારે તેમની નજર આ વેણીબાઈ નામની સુંદર કન્યા ઉપર પડે છે ત્યારે યવનોનું સૈન્ય વેણીબાઈ પાછળ પડી જાય છે. પોતાના બચાવ માટે ભગવાન વરૂણેશ્વરના શરણમાં જાય છે અને પ્રાર્થના કરે છે કે, હે મહાદેવ મેં આપની સાચા તન મનથી સેવા કરી હોય તો મારું આ યવનોથી રક્ષણ કરો અને વેણીબાઈ ની આ પ્રાર્થનાનો પ્રભુએ સ્વીકાર કર્યો અને શિવલિંગના બે ઉભા ભાગ થાય છે વેણીબાઈ નામની કન્યા ભગવાનની શિવલીંગમાં સમાઈ જાય છે. લિંગ આપમેળે ભેગુ થઈ જાય છે અને ચોટલો બહાર રહી ગયો હોવાથી, યવનો ચોટલો ખેંચવાનો પ્રયત્ન કરે છે પણ ચોટલો ખેંચાતો નથી અને પત્થર સ્વરૂપ બની જાય છે. સૈન્ય શિવલીંગને તોડવા માટે કુવાડાના ઘા મારે છે પણ, લીંગ ટુટતુ નથી અને હાલ પણ તે કુવાડાના ઘા તથા કાણા મોજુદ છે ભગવાન કોપાયમાન થાય છે અને લિંગની અંદરથી જેરી ભમરાઓ નીકળે છે યવનો ના સૈન્યને કરડે છે, અને બેભાન થતા જાય છે.

ત્યાર પછી યવનો ભાગી જાય છે. આ રીતે મહાદેવ એ વેણીભાઈ નામની કન્યાની રક્ષા કરવામા આવેલ વેણીભાઈ ભગવાનમાં સમાણી એટલે તે વરુણેશ્વર માંથી વીણેશ્વર મહાદેવના નામે ઓળખાઈ છે. આ વેણેશ્વર મહાદેવના મંદિરે દેશ-વિદેશમાંથી અનેક રાજ્યોમાંથી તથા આજુબાજુના ગામમાંથી તથા સ્થાનિક ગ્રામજનો પણ આ મંદિરની સેવા પૂજા દર્શન કરી પોતાને પોતાના પરિવારને પાવન કરે છે અને વેણેશ્વર મહાદેવ પણ દરેકની મનોકામના પૂર્ણ કરે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande