સુત્રાપાડાના પ્રશ્નાવડા સેજોમાં ‘પોષણ ઉત્સવ’ અંતર્ગત વાનગી પ્રદર્શન યોજાયું
ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.) સુત્રાપાડા: આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગ દ્વારા સુત્રાપાડા ઘટકના પ્રશ્નાવડા સેજો ખાતે ‘પોષણ ઉત્સવ’ અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બંદર ખારવા સમાજની વાડીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અન્ન (જાડુ
સુત્રાપાડાના પ્રશ્નાવડા સેજોમાં ‘પોષણ ઉત્સવ’


ગીર સોમનાથ 25 ઓગસ્ટ (હિ.સ.)

સુત્રાપાડા: આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગ દ્વારા સુત્રાપાડા ઘટકના પ્રશ્નાવડા સેજો ખાતે ‘પોષણ ઉત્સવ’ અંતર્ગત એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બંદર ખારવા સમાજની વાડીમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અન્ન (જાડું ધાન્ય/મિલેટ્સ) તેમજ સરકાર તરફથી મળતા ટી.એચ.આર. (THR - ટેક હોમ રેશન) ના પેકેટમાંથી અવનવી અને પૌષ્ટિક વાનગીઓ બનાવવામાં આવી હતી.

પ્રશ્નાવડા સેજોના આંગણવાડી બહેનો દ્વારા અત્યંત ઉત્સાહપૂર્વક આ પૌષ્ટિક આહારમાંથી જુદી-જુદી આકર્ષક અને સ્વાદિષ્ટ વાનગીઓ તૈયાર કરીને લાવવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આ તમામ વાનગીઓનું યોગ્ય વેરિફિકેશન અને નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ બાળકો, સગર્ભા માતાઓ અને કિશોરીઓમાં પોષણનું સ્તર સુધારવા માટે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ અને સરકારી યોજનાના રાશનનો શ્રેષ્ઠ ઉપયોગ કેવી રીતે કરવો તેની જાગૃતિ ફેલાવવાનો હતો.

આ આખા કાર્યક્રમમાં બંદરના સરપંચ પી.એચ.સી. મેડિકલ ઓફિસર (PHCMO), મુખ્ય સેવિકાશ્રી તેમજ આંગણવાડી કાર્યકર બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગામના અગ્રણીઓ, ગામના લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં કિશોરીઓએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બહેનોની આ સર્જનાત્મકતા અને ઉત્સાહને ખૂબ જ બિરદાવવામાં આવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande