પ્રાકૃતિક ખેતી એ જ જમીન અને પર્યાવરણના રક્ષણનો શ્રેષ્ઠ વિકલ્પ : રાજ્યપાલ આચાર્ય દેવવ્રત
સુરત, 25 ઓગસ્ટ (હિ.સ.)-સુરત જિલ્લાની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાના રાજપુરા લુંભા ગામે પ્રગતિશીલ ખેડૂત રાકેશભાઈ પટેલના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ પાકોનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે
મુલાકાતના બીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બારડોલી મુલાકાત લીધી


સુરત, 25 ઓગસ્ટ (હિ.સ.)-સુરત જિલ્લાની બે દિવસીય મુલાકાતના બીજા દિવસે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બારડોલી તાલુકાના રાજપુરા લુંભા ગામે પ્રગતિશીલ ખેડૂત રાકેશભાઈ પટેલના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ પાકોનું નિરીક્ષણ કરી ખેડૂતો સાથે સંવાદ સાધ્યો અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

રાજ્યપાલએ રાસાયણિક અને પ્રાકૃતિક ખેતીથી ઉગાડવામાં આવેલી શેરડીની તુલના કરતાં જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતીવાળી શેરડી વધુ સ્વસ્થ જોવા મળી હતી. તેમણે ખેડૂતોને રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો અતિશય ઉપયોગ ટાળવા અનુરોધ કર્યો હતો.

તેમણે જણાવ્યું કે રાસાયણિક ખેતીના કારણે જમીનમાં રહેલા ઉપયોગી અળસિયા અને સૂક્ષ્મજીવો નષ્ટ થાય છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટે છે. પ્રાકૃતિક ખેતી જમીનની ગુણવત્તા સુધારવા સાથે વરસાદી પાણીના જળસંચયમાં પણ મદદરૂપ બને છે.

રાજ્યપાલએ ગૌ-આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતીથી ખેતી ખર્ચ ઘટાડી શકાય છે અને જમીનમાં ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ વધવાથી ઉત્પાદનક્ષમતા સુધરી શકે છે. ગુજરાતના અનેક ખેડૂતો પંચસ્તરીય મોડેલથી ઓછી કિંમતમાં સારી આવક મેળવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.

તેમણે ખેડૂતોને આવનારી પેઢી માટે ફળદ્રુપ જમીન, શુદ્ધ પાણી અને સ્વચ્છ પર્યાવરણ જાળવવાનો સંકલ્પ લેવા અપીલ કરી હતી. આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ, વહીવટી તંત્રના અધિકારીઓ, પ્રગતિશીલ ખેડૂતો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande