રક્ષાબંધન વિશેષ : સાત સમુદ્ર પાર ભાઈઓ સુધી બહેનોનો પ્રેમ પહોંચાડે છે, ભારતીય ડાક વિભાગ
સુરત, 25 ઓગસ્ટ (હિ.સ.)-રક્ષાબંધન ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના વચનનો પવિત્ર તહેવાર છે. દેશ-વિદેશમાં વસતા ભાઈઓ સુધી રાખડી પહોંચાડવા માટે ભારતીય ડાક વિભાગ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. સુરતથી છેલ્લા 25 દિવસમાં વિશ્વના 100થી વધુ દેશોમાં 1
વિશ્વના 100થી વધુ દેશોમાં 10,600થી વધુ રાખડી કવર અને પાર્સલ મોકલવામાં આવ્યા


સુરત, 25 ઓગસ્ટ (હિ.સ.)-રક્ષાબંધન ભાઈ-બહેનના અતૂટ પ્રેમ, વિશ્વાસ અને રક્ષણના વચનનો પવિત્ર તહેવાર છે. દેશ-વિદેશમાં વસતા ભાઈઓ સુધી રાખડી પહોંચાડવા માટે ભારતીય ડાક વિભાગ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. સુરતથી છેલ્લા 25 દિવસમાં વિશ્વના 100થી વધુ દેશોમાં 10,600થી વધુ રાખડી કવર અને પાર્સલ મોકલવામાં આવ્યા છે.

ગુજરાતમાંથી અત્યાર સુધીમાં 76 હજારથી વધુ રાખડીના પાર્સલ વિદેશ મોકલાયા છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકેમાં રાખડી મોકલવાનું પ્રમાણ સૌથી વધુ છે. ઈન્ટરનેશનલ ટ્રેક પેકેટ સર્વિસ અને સ્પીડ પોસ્ટ મારફતે બહેનો પોતાના ભાઈઓ સુધી રાખડી અને લાગણીઓ પહોંચાડી રહી છે.

સુરતના એસ.વી.આર. કોલેજ પોસ્ટ ઓફિસના પોસ્ટલ આસિસ્ટન્ટ સ્નેહલ પટેલે જણાવ્યું હતું કે, વિદેશમાં વસતા ભાઈઓને રાખડી મોકલવા માટે ભારતીય ડાક સેવા લોકોની પ્રથમ પસંદ બની છે. ઘણી બહેનો રાખડી સાથે પોતાનો પ્રેમ, લાગણી અને આશીર્વાદ પણ મોકલે છે.

રાખડી સુરક્ષિત રીતે પહોંચે તે માટે ભારતીય ડાક વિભાગ દ્વારા વિશેષ વોટરપ્રૂફ રાખડી કવર, વોટ્સએપ મારફતે પિકઅપ, સેલ્ફ બુકિંગ અને ઓનલાઈન ટ્રેકિંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. રિયલ ટાઈમ ટ્રેકિંગથી પાર્સલની સ્થિતિ પણ જાણી શકાય છે.

સુરતમાં છેલ્લા 14 વર્ષથી રહેતા શિવાંગીસિંહે જણાવ્યું કે તેઓ દર વર્ષે ભારતીય ડાક મારફતે પોતાના ભાઈને રાખડી મોકલે છે. આ વર્ષે મોકલેલી રાખડી માત્ર ત્રણ દિવસમાં ભાઈ સુધી પહોંચી હતી.

ભારતીય ડાક વિભાગની આ સેવા માત્ર પાર્સલ પહોંચાડવાની નથી, પરંતુ હજારો કિલોમીટરનું અંતર પાર કરીને બહેનનો પ્રેમ, મમતા અને આશીર્વાદ ભાઈ સુધી પહોંચાડતું લાગણીનું સેતુ બની છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande