રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે સુરતમાં ‘ખેલો ઈન્ડિયા સંવાદ – ખેલ કી બાત PM કે સાથ’ યોજાશે
સુરત, 25 ઓગસ્ટ (હિ.સ.)-રાષ્ટ્રીય રમતગમત દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે યુવાનોમાં રમતગમત, ફિટનેસ, શિસ્ત અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે MY Bharat વિભાગ, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા દેશવ્યાપી ‘ખેલો ઈન્ડિયા સંવ
રાષ્ટ્રીય રમતગમત દિવસ નિમિત્તે સુરતમાં ‘ખેલો ઈન્ડિયા સંવાદ – ખેલ કી બાત PM કે સાથ’ યોજાશે


સુરત, 25 ઓગસ્ટ (હિ.સ.)-રાષ્ટ્રીય રમતગમત દિવસ-2026ની ઉજવણીના ભાગરૂપે યુવાનોમાં રમતગમત, ફિટનેસ, શિસ્ત અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે MY Bharat વિભાગ, યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા દેશવ્યાપી ‘ખેલો ઈન્ડિયા સંવાદ – ખેલ કી બાત PM કે સાથ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત જિલ્લામાં આ કાર્યક્રમ 27 ઓગસ્ટ, 2026ના રોજ યોજાશે.

કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાઈવ વર્ચ્યુઅલ સંબોધન રહેશે. તેમના સંબોધન બાદ સ્થાનિક રમતવીરો અને યુવાનો વચ્ચે ચર્ચા તથા ‘યુવા સંવાદ’નું આયોજન કરવામાં આવશે. આ દરમિયાન રમતગમત ક્ષેત્રે થયેલી પ્રગતિ, રમતગમતનું માળખું, યુવાનોની ભૂમિકા અને ભારતની ભાવિ રમતગમતની તૈયારીઓ અંગે ચર્ચા થશે.

સુરતની ચાર સંસ્થાઓમાં કાર્યક્રમ

સુરત જિલ્લામાં નીચેની ચાર શૈક્ષણિક સંસ્થાઓ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે:

SVNIT, સુરત

પી.પી. સવાણી યુનિવર્સિટી, સુરત

એમ.ટી.બી. આર્ટ્સ કોલેજ, સુરત

નવયુગ સાયન્સ કોલેજ, સુરત

‘યુવા સંવાદ’ દરમિયાન યુવાનો પોતાના વિચારો, સૂચનો અને આકાંક્ષાઓ રજૂ કરી શકશે. નાગરિક જવાબદારી, કૌશલ્ય વિકાસ, આધુનિક સ્વયંસેવા અને MY Bharatને વધુ મજબૂત બનાવવા જેવા મુદ્દાઓ પર યુવાનોને પોતાના વિચારો રજૂ કરવા માટે મંચ મળશે.

કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ યુવાનોને રમતગમત સાથે જોડવાની સાથે ફિટનેસ, શિસ્ત, યુવા નેતૃત્વ અને રાષ્ટ્રનિર્માણની ભાવના સાથે જોડવાનો છે. સાથે જ Viksit Bharat@2047ના સંકલ્પમાં યુવાનોની સક્રિય ભાગીદારી સુનિશ્ચિત કરવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.

MY Bharat–સુરત દ્વારા જિલ્લાના યુવાનોને આ રાષ્ટ્રીય કાર્યક્રમમાં સક્રિયપણે જોડાવા તથા ‘ખેલો ઈન્ડિયા સંવાદ’ના માધ્યમથી પોતાના વિચારો અને સૂચનો દેશ સમક્ષ રજૂ કરવા આહ્વાન કરવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande