
પાટણ, 25 ઓગસ્ટ (હિ.સ.)પાલનપુરમાં બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ ચેસ એસોસિએશન અને રોટરી ક્લબ ઓફ પાલનપુર દ્વારા આયોજિત મોન્સૂન ઓપન ચેસ ટુર્નામેન્ટ 2026માં સિદ્ધપુરના ઈશાન હિરેન સંઘવીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. ઈશાને અંડર-18 કેટેગરીમાં ત્રીજો રેન્ક મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
ટુર્નામેન્ટમાં વિવિધ વિસ્તારોના ચેસ ખેલાડીઓએ ભાગ લીધો હતો. ઈશાને પોતાની બુદ્ધિપ્રતિભા અને રમત કૌશલ્યનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી સ્પર્ધામાં ત્રીજું સ્થાન હાંસલ કર્યું હતું. તેમની આ સિદ્ધિ બદલ પરિવારજનો, મિત્રો અને ચેસપ્રેમીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
ટુર્નામેન્ટનું આયોજન અને સંચાલન પરાશર અખાણી, વિનેશકુમાર પરમાર તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. સમાપન સમારોહમાં વિજેતા ખેલાડીઓને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ