જૂનાગઢમાં બહાઉદ્દીન સરકારી કોલેજના અર્થશાસ્ત્ર વિભાગ, દ્વારા યુવક સહકારી શિક્ષણ તાલીમ સત્ર યોજાયું
જુનાગઢ 25 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢમાં સ્થિત બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજમાં આચાર્ય ડો.જે.આર.વાંઝાના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગ અને જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ, ગુજરાત રાજ્ય સહકારી સંઘ, અમદાવાદ દ્વારા એક સપ્તાહ માટે “યુવક સહકારી શિક્ષણ તાલીમ વર્ગ”
જૂનાગઢમાં બહાઉદ્દીન સરકારી કોલેજના


જુનાગઢ 25 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢમાં સ્થિત બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજમાં આચાર્ય ડો.જે.આર.વાંઝાના માર્ગદર્શન હેઠળ અર્થશાસ્ત્ર વિભાગ અને જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ, ગુજરાત રાજ્ય સહકારી સંઘ, અમદાવાદ દ્વારા એક સપ્તાહ માટે “યુવક સહકારી શિક્ષણ તાલીમ વર્ગ” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૫૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

આ તાલીમ જૂનાગઢ જિલ્લા સહકારી સંઘના ટ્રેઈનર આશ્લેષભાઈ ત્રિવેદી દ્વારા આપવામાં આવી હતી. તાલીમના ભાગરૂપે કૉલેજમાં ‘સહકાર વિષય પર વકતૃત્વ સ્પર્ધા’ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ ૧૧ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમાંક ચૌહાણ પાર્થકુમાર એસ., દ્વિતીય ક્રમાંક કરમુર નિશા અને તૃતીય ક્રમાંક શામળા કવિ જે. એ પ્રાપ્ત કર્યા હતા. આ વિજેતા સ્પર્ધકોને શિલ્ડ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

આ વકતૃત્વ સ્પર્ધા દરમિયાન કાર્યક્રમના અધ્યક્ષ અને આચાર્ય ડો. જે. આર. વાંઝા, અતિથિ વિશેષ રાજયભાઈ ઠાકર એક્ઝીક્યુટીવ ઓફિસરશ્રી, જૂનાગઢ જિલ્લા સહકારી સંઘ, બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજના વરિષ્ઠ અધ્યાપક ડૉ.પી.વી.બારસિયા, અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ શ્રી ડૉ. દિનાબેન એચ. લોઢીયા, ટ્રેઈનર આશ્લેષભાઈ ત્રિવેદી, સહાયક શ્રી વિરલભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતમાં અર્થશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ. દિનાબેન એચ. લોઢીયાએ, ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. કપિલ પી. ઘોસિયાએ કર્યું હતું. આ તાલીમ વર્ગને સફળ બનાવવા માટે ડૉ. અશ્વિનભાઈ વિંઝુડા, રીંકલબેન ચાંડેગરાએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેમ આચાર્યશ્રી, બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજ, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande