ભીમાસરમાં ગંજીપાનાનો જુગારધામ ઝડપાયું: 7 શખ્સો ઝડપાયા, રૂ.1.26 લાખનો મુદ્દામાલ કબજે
કચ્છ, 25 ઓગસ્ટ (હિ.સ.) : અંજાર તાલુકાના ભીમાસર ગામે જાહેર જગ્યામાં ચાલતા જુગારના અડ્ડા પર અંજાર પોલીસે દરોડો પાડી સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન રોકડ રકમ, મોબાઇલ ફોન અને બે મોટરસાઇકલ સહિત કુલ રૂ.1,26,700નો મુદ્દામાલ કબજે કરવા
ભીમાસર જુગાર કેસના આરોપીઓ


કચ્છ, 25 ઓગસ્ટ (હિ.સ.) : અંજાર તાલુકાના ભીમાસર ગામે જાહેર જગ્યામાં ચાલતા જુગારના અડ્ડા પર અંજાર પોલીસે દરોડો પાડી સાત શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસની કાર્યવાહી દરમિયાન રોકડ રકમ, મોબાઇલ ફોન અને બે મોટરસાઇકલ સહિત કુલ રૂ.1,26,700નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, પૂર્વ કચ્છમાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને ડામવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા સ્થાનિક પોલીસને અસરકારક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી. આ અંતર્ગત અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એ. જાડેજાની દેખરેખ હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ભીમાસર ગામના પાવરગ્રીડ તરફ જતા રસ્તા પર આવેલા પ્લોટિંગ વિસ્તારમાં રામસંગ ઠાકોરના મકાન નજીકની ગલીમાં કેટલાક શખ્સો જાહેર જગ્યાએ બેસીને ગંજીપાનાથી રૂપિયાની હારજીતનો જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે સ્થળ પર પહોંચી અચાનક દરોડો પાડ્યો હતો. પોલીસને જોઈ જુગાર રમતા શખ્સોમાં અફરાતફરી મચી હતી, પરંતુ પોલીસે સ્થળ પરથી સાત શખ્સોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા શખ્સોમાં રામસંગ શંકર ઠાકોર, મયુર કરશન હુંબલ, કાનજી હિરાભાઈ હેઢવાડીયા, પરબત રામજી બારોટ, જાહીદખાન સાહીદખાન પઠાણ, હરેશ રણવીર આહીર અને રણછોડ લાધાભાઈ કાગીનો સમાવેશ થાય છે.

પોલીસે દરોડા દરમિયાન રૂ.49,700 રોકડા, સાત મોબાઇલ ફોન, બે મોટરસાઇકલ તેમજ બે ગંજીપાનાની જોડી કબજે કરી હતી. જપ્ત કરાયેલા તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ.1,26,700 હોવાનું પોલીસે જણાવ્યું છે.આ મામલે અંજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને ઝડપાયેલા તમામ શખ્સો સામે જુગારધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande