વિક્રમ-1ની ઐતિહાસિક સફળતા બાદ, કચ્છ પહોંચ્યા સ્કાયરૂટના સીઈઓ પવન ચાંદાના, ખાવડા-મુન્દ્રાના વિકાસને નજીકથી નિહાળ્યો
કચ્છ, 25 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના ખાવડા અને મુન્દ્રા ખાતે દેશના અગ્રણી સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસના કો-ફાઉન્ડર અને સીઈઓ પવન ચાંદાનાએ મુલાકાત લઈ કચ્છમાં ઝડપથી વિકસી રહેલા વિશાળ ઔદ્યોગિક અને ઊર્જા ક્ષેત્રનો પરિચય મેળવ્યો હતો. ભારતના ખાનગી અવકાશ
પવન ચાંદાના મુન્દ્રાની મુલાકાતે


પવન ચાંદાના મુન્દ્રાની મુલાકાતે


પવન ચાંદાના મુન્દ્રાની મુલાકાતે


કચ્છ, 25 ઓગસ્ટ (હિ.સ.) : કચ્છના ખાવડા અને મુન્દ્રા ખાતે દેશના અગ્રણી સ્પેસ સ્ટાર્ટઅપ સ્કાયરૂટ એરોસ્પેસના કો-ફાઉન્ડર અને સીઈઓ પવન ચાંદાનાએ મુલાકાત લઈ કચ્છમાં ઝડપથી વિકસી રહેલા વિશાળ ઔદ્યોગિક અને ઊર્જા ક્ષેત્રનો પરિચય મેળવ્યો હતો. ભારતના ખાનગી અવકાશ ક્ષેત્ર માટે ઐતિહાસિક ગણાતી ‘વિક્રમ-1’ ઓર્બિટલ રોકેટની સફળતા બાદ તેમની આ કચ્છ મુલાકાતને વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

પવન ચાંદાનાએ ખાવડા ખાતે વિકસાવવામાં આવેલા વિશાળ રિન્યુએબલ એનર્જી પાર્કની મુલાકાત દરમિયાન અહીં ઊભી થઈ રહેલી ગ્રીન એનર્જીની વિશાળ ક્ષમતાઓ, આધુનિક ટેકનોલોજી અને ભવિષ્યલક્ષી ઔદ્યોગિક માળખું નિહાળ્યું હતું. ત્યારબાદ તેમણે મુન્દ્રા ખાતે અદાણી ગ્રુપના વિવિધ ઔદ્યોગિક પ્રકલ્પોની મુલાકાત લીધી હતી. આ દરમિયાન અદાણી પોર્ટ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રક્ષિતભાઈ શાહ તેમની સાથે રહ્યા હતા અને મુન્દ્રા પોર્ટ, લોજિસ્ટિક્સ, ઔદ્યોગિક એકમો તથા સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

આ મુલાકાત પવન ચાંદાના માટે માત્ર ઔદ્યોગિક દૃષ્ટિએ જ નહીં પરંતુ વ્યક્તિગત રીતે પણ યાદગાર રહી હતી. તેમના પિતાશ્રી ભૂતકાળમાં મુન્દ્રા ખાતે અદાણી ગ્રુપ સાથે જોડાયેલા હોવાથી મુન્દ્રા સાથે તેમનો જૂનો સંબંધ પણ રહ્યો છે. જેના કારણે કચ્છની મુલાકાત દરમિયાન ઔદ્યોગિક વિકાસ સાથે પારિવારિક જોડાણની લાગણી પણ જોવા મળી હતી.મુલાકાત દરમિયાન પવન ચાંદાનાએ અદાણી પબ્લિક સ્કૂલની પણ મુલાકાત લીધી હતી. તેમણે શાળાની શૈક્ષણિક વ્યવસ્થા, આધુનિક સુવિધાઓ અને વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ માળખાકીય સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતી વખતે તેમણે અવકાશ વિજ્ઞાન, સ્પેસ ટેકનોલોજી, સંશોધન અને નવીનતા ક્ષેત્રે કારકિર્દી બનાવવા માટે યુવા પેઢીને પ્રોત્સાહિત કરી હતી.

સ્કાયરૂટ એરોસ્પેસની અવકાશ ક્ષેત્રે સફળતા અને કચ્છમાં વિકસતું અદ્યતન ઊર્જા તથા ઔદ્યોગિક માળખું ભવિષ્યમાં ટેકનોલોજી, ઉદ્યોગ અને નવીનતાના સંગમ માટે નવી સંભાવનાઓ ઊભી કરી શકે છે. પવન ચાંદાનાની આ મુલાકાતે કચ્છની વધતી ઔદ્યોગિક ઓળખને દેશના સ્પેસ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે જોડતી એક મહત્વપૂર્ણ કડી તરીકે પણ ધ્યાન ખેંચ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande