
ભાવનગર, 25 ઓગસ્ટ (હિ.સ.)માતૃ ભક્તિ સેવા મંડળ દ્વારા તા. ૨૫ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ જરૂરિયાતમંદ અને અશક્ત ૧૧૦ વિધવા માતાઓને જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. દર મહિને નિયમિત રીતે કરવામાં આવતું આ સેવાકાર્ય અનેક પરિવારો માટે સહારો બની રહ્યું છે.
વિતરણ કરવામાં આવેલી કીટમાં ૫ કિલો ઘઉંનો લોટ, ૧ લિટર સીંગતેલ, ૧.૨૫ કિલો ખીચડી, ૨૫૦ ગ્રામ ચા, ૨૫૦ ગ્રામ જીણાગાઠીયા, ૧ કિલો ખાંડ, ચાર બિસ્કિટના પેકેટ, ખાખરાનું એક પેકેટ, ટોસનું મોટું પેકેટ, ખારીનું મોટું પેકેટ અને સેવમમરાનું એક પેકેટ તેમજ વસ્તુઓ રાખવા માટેનો થેલો સામેલ હતો.
આ સેવાકાર્ય પાછળ સમીરભાઈ, તૃપ્તિબેન, ભાવનાબેન, ભૂમીબેન, નીલેશભાઈ, વિશાલભાઈ, અક્ષયભાઈ, કેતનભાઈ, અજયભાઈ, અશ્વિનભાઈ અને દિલીપભાઈ સહિતના સહયોગીઓનો મહત્વપૂર્ણ સહકાર રહ્યો છે.
સમાજમાં જરૂરિયાતમંદ લોકોની જરૂરિયાતને સમજીને નિયમિત મદદરૂપ થવું એ માનવતાની ઉત્તમ સેવા છે. માતૃ ભક્તિ સેવા મંડળ દ્વારા દર મહિને કરવામાં આવતું કીટ વિતરણ માત્ર સામગ્રીનું વિતરણ નથી, પરંતુ જરૂરિયાતમંદ માતાઓ સુધી સંવેદના, સહયોગ અને આત્મીયતાનો સંદેશ પહોંચાડતું સેવાકાર્ય છે. આવા પ્રયાસો સમાજમાં સેવા અને સહકારની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA