
પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર
જિલ્લાના કુતિયાણા તાલુકાના મહોબતપરા ગામની ખાખરબીડ સીમ વિસ્તારમાં પોલીસે દરોડો પાડી ખુલ્લા ઝૂંપડામાં ચાલતા
જુગારધામનો પર્દાફાશ કર્યો
હતો. પોલીસે ગંજીપત્તાના પાના વડે પૈસાની હાર-જીતનો જુગાર રમતા 6 શખ્સોને ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપી પોલીસને જોઈ નાસી
છૂટ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, મહોબતપરા ગામની ખાખરબીડ સીમ વિસ્તારમાં જયેશ નરશીભાઈના ખેતરમાં આવેલા ખુલ્લા ઝૂંપડામાં જુગાર
રમાતો હોવાની બાતમીના આધારે કાર્યવાહી
કરવામાં આવી હતી. દરોડા દરમિયાન પોલીસે અરભમ
લીલાભાઈ ખુંટી રહે મહોબતપરા, રાજેશ લલીતરાય નિમાવત રહે મહોબતપરા, કેશુ એભાભાઈ બોખીરીયા રહે દેવડાનાકા,લીલા રામભાઈ ખુંટી રહે.માલ,ખીમા ભીમાભાઈ ઓડેદરા રહે પસવારી રોડ
કુતિયાણા, કારા જીવાભાઈ ભારાઈ રહે.મહોબતપરાને ને ઝડપી
પાડ્યા હતા. જયારે જયેશ નરશીભાઈ રહે.મહોબતપરા પોલીસને જોઈ નાસી છૂટ્યો હતો.
પોલીસે
સ્થળ પરથી રોકડા રૂ.78,800 સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે કુતિયાણા પોલીસ સ્ટેશનમાં
જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં
આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya