પોરબંદર જિલ્લામાં ચાંદીપુરાના કુલ 6 શંકાસ્પદ કેસોના તમામ સેમ્પલ નેગેટિવ
પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર જિલ્લાના કાટવાણા ગામના એક બાળકને તાવ, ઊલટી અને ખેંચ જેવા ગંભીર લક્ષણો જણાતા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું હતું.
પોરબંદર  જિલ્લામાં  ચાંદીપુરાના  કુલ 6 શંકાસ્પદ  કેસોના તમામ સેમ્પલ  નેગેટિવ.


પોરબંદર  જિલ્લામાં  ચાંદીપુરાના  કુલ 6 શંકાસ્પદ  કેસોના તમામ સેમ્પલ  નેગેટિવ.


પોરબંદર  જિલ્લામાં  ચાંદીપુરાના  કુલ 6 શંકાસ્પદ  કેસોના તમામ સેમ્પલ  નેગેટિવ.


પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર

જિલ્લાના કાટવાણા ગામના એક બાળકને તાવ, ઊલટી અને ખેંચ જેવા ગંભીર લક્ષણો જણાતા સારવાર માટે જામનગરની જી.જી.

હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યું હતું. સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ થયું

હતું. બાળકને તાવ, ઊલટી અને ખેંચ જેવા ગંભીર લક્ષણો જણાતા

બાળકના ચાંદીપુરા રોગ અંગેના સેમ્પલનો લેવામાં આવ્યા હતાં અને રિપોર્ટ નેગેટિવ

આવ્યો છે.

બાળકના

કેસને પગલે આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સંબંધિત વિસ્તારમાં સઘન સર્વેલન્સ, ડેસ્ટિંગ તેમજ આરોગ્ય શિક્ષણની કામગીરી

હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અન્ય કોઈ બાળકમાં ચાંદીપુરા જેવા લક્ષણો જોવા

મળ્યા નથી.

હાલમાં

પોરબંદર જિલ્લામાં ચાંદીપુરાના કુલ 6 શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તમામ

સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તેથી હાલ પોરબંદર જિલ્લામાં ચાંદીપુરાનો એકપણ

કેસ નોંધાયેલ નથી.

ચાંદીપુરા

બાળકોમાં થતો ગંભીર રોગ છે,

જે મુખ્યત્વે રેતીની માખી (Sandfly)ના કરડવાથી ફેલાય છે. રોગથી બચવા માટે

ઘરની અંદર તેમજ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા, ઘરેલુ પશુ-ઢોરના રહેઠાણની સ્વચ્છતા જાળવવા અને મચ્છર-માખીનો ઉપદ્રવ ન

થાય તેની તકેદારી રાખવા આરોગ્ય વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.

બાળકોમાં તાવ, ઊલટી, ખેંચ સહિતના કોઈપણ ગંભીર લક્ષણો જણાય તો સમય વેડફ્યા

વિના નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરી તાત્કાલિક સારવાર લેવા પણ આરોગ્ય વિભાગ

દ્વારા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande