ભાવનગરમાં 26 ઓગસ્ટથી ‘શ્રાવણ ઉત્સવ-2026’નો પ્રારંભ
ભાવનગર, 25 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા ભાવનગરના જવાહર મેદાન ખાતે તા. ૨૬ થી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવાના હસ્તે તા. ૨૬ ઓગસ્ટના રોજ સાંજે ૪ વા
Ai ફોટો


ભાવનગર, 25 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિ. દ્વારા ભાવનગરના જવાહર મેદાન ખાતે તા. ૨૬ થી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ‘શ્રાવણ ઉત્સવ-૨૦૨૬’નું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ અશોકભાઈ લાધવાના હસ્તે તા. ૨૬ ઓગસ્ટના રોજ સાંજે ૪ વાગ્યે ઉત્સવનો પ્રારંભ થશે.

ગ્રામ્ય મહિલાઓ તથા સ્વસહાય જૂથોને તેમના દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના પ્રદર્શન અને વેચાણ માટે બજાર ઉપલબ્ધ થાય તથા તેમની આવકમાં વધારો થાય તે હેતુથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર ઉપરાંત મોરબી, રાજકોટ અને અમરેલી જિલ્લાની સખી મંડળો પણ ઉત્સવમાં સહભાગી થશે.

ઉત્સવમાં આશરે ૨૦ સ્ટોલ ઉભા કરવામાં આવશે. જેમાં હેન્ડીક્રાફ્ટ સહિત સ્વસહાય જૂથોની મહિલાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ હાથ બનાવટની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવશે. આ આયોજન ગ્રામ્ય મહિલાઓની કલા અને કૌશલ્યને બજાર સાથે જોડવા માટે મહત્વપૂર્ણ તક પૂરું પાડશે.

નાગરિકો તા. ૨૬ થી ૩૦ ઓગસ્ટ દરમિયાન દરરોજ સવારે ૧૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી જવાહર મેદાન ખાતે યોજાનારા ઉત્સવની મુલાકાત લઈ વિવિધ સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરી શકશે. ગ્રામ્ય મહિલાઓ અને સ્વસહાય જૂથોના ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા નાગરિકોને ઉત્સવની મુલાકાત લેવા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande