ઉદ્યોગનગરમાં પ્લાન્ટ માંથી રૂ.1.90 લાખના કોપરના વાયરની ચોરી
પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.) : બખરલા રોડ પર આવેલા એમ. વિકાસ ઇન્ફ્રાપ્રા. લિ.ના પ્લાન્ટ માંથી કોપરના વાયરની ચોરી થયાની ઘટના સામે આવે છે. પોરબંદર શહેરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બખરલા રોડ પર આવેલા એમ. વિકાસ ઇન્ફ્રાપ્રા. લિ.ના પ્લાન્ટ મ
ઉદ્યોગનગરમાં પ્લાન્ટ માંથી રૂ.1.90 લાખના કોપરના વાયરની ચોરી


પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.) : બખરલા રોડ પર આવેલા એમ. વિકાસ ઇન્ફ્રાપ્રા. લિ.ના પ્લાન્ટ માંથી કોપરના વાયરની ચોરી થયાની ઘટના

સામે આવે છે. પોરબંદર શહેરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બખરલા રોડ પર આવેલા એમ. વિકાસ ઇન્ફ્રાપ્રા. લિ.ના પ્લાન્ટ માંથી રાત્રિના સમયે અંદાજે 60 કિલોગ્રામ કોપરના વાયરની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. ચોરાયેલા વાયરની કિંમત આશરે રૂ.1.90 લાખ હોવાનું સામે આવ્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.16 ઓગસ્ટની રાત્રિના

સમયે આરોપીઓ પ્લાન્ટમાં પ્રવેશ્યા

હતા. ત્યાર બાદ આર.એમ.સી.

બેચિંગ મશીન માંથી કોપરના વાયરની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે પ્લાન્ટના મેનેજર ગુંજન કુમાર સિંઘે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ઉદ્યોગનગર પોલીસે ઈરફાન નિઝામભાઈ સોરવદી, ઈમરાન યસુબભાઈ શેખ, સંજય રાજુભાઈ સોલંકી અને સન્ની વિજુભાઈ સોલંકી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande