
સુરત, 25 ઓગસ્ટ (હિ.સ.) : સુરત શહેરમાં સગીરા પર દુષ્કર્મ અને ધમકી આપવાના ગંભીર કેસમાં ઉત્રાણ પોલીસે ઝડપી કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓને પકડી પાડ્યા છે. પોલીસને મળેલી માહિતી, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં આરોપીઓ સુધી પહોંચી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસ તપાસ મુજબ જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2026 દરમિયાન ફરિયાદી ઘરે હાજર ન હોવાથી આરોપીઓએ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ કર્યું હતું. ઘટના દરમિયાન તેના અંગત ફોટા પાડી લીધા હતા અને જો કોઈને જાણ કરશે તો તે સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેશે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પકડાયેલા આરોપીઓ સામે BNS અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુખ્ય આરોપી કનકસિંહ ગોહિલ સામે અગાઉ પણ પ્રોહિબિશન અને NDPS એક્ટ હેઠળ ગુના નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે, જ્યારે અન્ય બે આરોપીઓનો અગાઉ કોઈ ગુનાહિત રેકોર્ડ મળ્યો નથી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે