પોરબંદર ખાતે મહાનગરપાલિકા કક્ષાના 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ
પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”ના સંકલ્પ સાથે 77 મા વન મહોત્સવની મહાનગરપાલિકા કક્ષાની ભવ્ય ઉજવણી પોરબંદરના સાંદિપની ગુરુકુળ
પોરબંદર   ખાતે  મહાનગરપાલિકા  કક્ષાના  77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ.


પોરબંદર   ખાતે  મહાનગરપાલિકા  કક્ષાના  77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ.


પોરબંદર   ખાતે  મહાનગરપાલિકા  કક્ષાના  77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ.


પોરબંદર   ખાતે  મહાનગરપાલિકા  કક્ષાના  77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ.


પોરબંદર   ખાતે  મહાનગરપાલિકા  કક્ષાના  77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ.


પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર

મહાનગરપાલિકા અને સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”ના સંકલ્પ સાથે 77 મા વન

મહોત્સવની મહાનગરપાલિકા કક્ષાની ભવ્ય ઉજવણી પોરબંદરના સાંદિપની ગુરુકુળ ઓડિટોરિયમ

ખાતે મેયર સાગર મોદીના અધ્યક્ષસ્થાને

કરવામાં આવી હતી.

આ પ્રસંગે

મહાનગરપાલિકા કમિશનર ટી.સી. તીરથાણીએ જણાવ્યું હતું કે, “વૃક્ષો ભગવાને આપણને લખેલા પ્રેમપત્રો

સમાન છે, જેને આપણે આજીવન સાચવીને રાખવાના છે.”

તેમણે જણાવ્યું હતું કે, વૃક્ષારોપણ માત્ર ફોટો પડાવવા પૂરતી

પ્રવૃત્તિ ન બની રહે, પરંતુ આપણી દૈનિક ટેવ અને જીવનશૈલીનો

હિસ્સો બનવી જોઈએ અને વૃક્ષો વિના પૃથ્વી તથા આવનારી પેઢીનું અસ્તિત્વ જોખમાઈ શકે

છે.

તેમણે

વધુમાં જણાવ્યું હતું કે,

આપણે ભવિષ્યની પેઢીને પ્લોટ, મ્યુચ્યુઅલ ફંડ કે ક્રિપ્ટોકરન્સી જેવી

સંપત્તિ આપી શકીએ, પરંતુ જીવન જીવવા માટે શુદ્ધ હવા અને

સ્વચ્છ પર્યાવરણ આપવું એ આપણી પ્રાથમિક ફરજ છે. આપણા પૂર્વજોએ વાવેલા વૃક્ષોની

છાંયડાનો લાભ આજે આપણે લઈ રહ્યા છીએ, તેવી જ રીતે આપણે પણ આવનારી પેઢી માટે વૃક્ષોનું વાવેતર કરી તેમનું

જતન કરવું જોઈએ. વૃક્ષો આપણી સંસ્કૃતિ અને તહેવારો સાથે પણ વણાયેલા છે. ૭૭મા વન

મહોત્સવ નિમિત્તે “એક પેડ મા કે નામ” સાથે “એક પેડ ખુદ કે નામ” વાવીને આવનારી

પેઢીને શુદ્ધ હવા, સારું સ્વાસ્થ્ય અને સુંદર પ્રકૃતિની

ભેટ આપવાનો સંકલ્પ લેવા તેમણે આહ્વાન કર્યું હતું.

નાયબ

વન સંરક્ષક ચિરાગ ચાંદગુડેએ જણાવ્યું કે વન મહોત્સવને માત્ર વૃક્ષારોપણનો

કાર્યક્રમ નહીં, પરંતુ પ્રકૃતિ, વન્યજીવ અને પર્યાવરણ સાથેના માનવીના

સંબંધોની ઉજવણી ગણાવી હતી. વધતા પ્રદૂષણ, ક્લાઇમેટ ચેન્જ અને ઘટતા ગ્રીન કવર જેવા ગંભીર પડકારો તરફ ધ્યાન

દોરતાં તેમણે જણાવ્યું હતું કે, પર્યાવરણનું

રક્ષણ માત્ર સરકાર કે વન વિભાગની જવાબદારી નથી, પરંતુ દરેક નાગરિકની વ્યક્તિગત અને સામૂહિક જવાબદારી છે.

તેમણે

વિદ્યાર્થીઓ અને યુવાનોને પર્યાવરણના ભાવિ રક્ષક ગણાવી વધુમાં વધુ વૃક્ષો વાવવા, તેમનું જતન કરવા, પાણીનો બગાડ અટકાવવા અને પ્લાસ્ટિકનો

બિનજરૂરી ઉપયોગ ટાળવા સાથે પર્યાવરણને અનુકૂળ જીવનશૈલી અપનાવવા આહ્વાન કર્યું

હતું. દરિયાકાંઠાના વિસ્તારો, વનસ્પતિ

અને જૈવ વિવિધતા આપણા અમૂલ્ય કુદરતી વારસાનો હિસ્સો છે. તેના સંરક્ષણ માટે વન

વિભાગ, સ્થાનિક વહીવટીતંત્ર, શૈક્ષણિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ

તેમજનાગરિકોના સંયુક્ત પ્રયાસો અત્યંત

આવશ્યક છે. પોરબંદરને સ્વચ્છ, હરિયાળું

અને સ્વસ્થ બનાવવા તથા જિલ્લામાં ગ્રીન કવર વધારવા વૃક્ષારોપણ અને પર્યાવરણ

સંવર્ધનનો દૃઢ સંકલ્પ વ્યક્ત કર્યોહતો.

જિલ્લા

ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ ભારતીય

સંસ્કૃતિમાં વૃક્ષોના જતન અને પર્યાવરણ સંતુલનના મહત્વ પર પ્રકાશ પાડતાં જણાવ્યું

હતું કે, વૃક્ષો માત્ર પર્યાવરણનું જતન કરતા નથી, પરંતુ પક્ષીઓ સહિત સમગ્ર જીવસૃષ્ટિ

માટે આશ્રયસ્થાન પણ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના “એક પેડ મા કે નામ”

અભિયાનનો ઉલ્લેખ કરી લોકોને માત્ર વૃક્ષ વાવવા પૂરતું સીમિત ન રહેતા તેના ઉછેર અને

જતનની જવાબદારી નિભાવવા હાકલ કરી હતી.

પ્રસંગે મહાનુભાવોના હસ્તે વન વિભાગની કામગીરીમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર

કર્મચારીઓને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પોરબંદરને વધુ

હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં

આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોએ સામૂહિક વૃક્ષારોપણ કરી પ્રકૃતિ સંરક્ષણ

અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ વહેતો કર્યો હતો.

પ્રસંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા, એસીએફ નીરવ મકવાણા, શહેર

ભાજપ પ્રમુખ લક્કીરાજ વાળા સહિતના કોર્પોરેટરઓ, વન વિભાગના અધિકારી-કર્મચારીઓ, વિદ્યાર્થીઓ તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને

પર્યાવરણ સંરક્ષણના સંકલ્પ સાથે વન મહોત્સવની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande