આઇસ ફેક્ટરીમાં ભંગાર હટાવતી વખતે લોખંડનો પાઇપ પગ પર પડતા યુવાનનું મોત
પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરના લકડી બંદર વિસ્તારમાં મટન માર્કેટ પાસે આવેલી આઇસ ફેક્ટરીમાં ભંગાર હટાવતી વખતે લોખંડનો પાઇપ પગ પર પડતાં 20 વર્ષીય યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલા યુવ
આઇસ ફેક્ટરીમાં ભંગાર હટાવતી વખતે લોખંડનો પાઇપ પગ પર પડતા યુવાનનું મોત


પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદરના

લકડી બંદર વિસ્તારમાં મટન

માર્કેટ પાસે આવેલી આઇસ ફેક્ટરીમાં

ભંગાર હટાવતી વખતે લોખંડનો પાઇપ પગ પર પડતાં 20 વર્ષીય યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવેલા યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશનો અને હાલ લકડી બંદર મટન માર્કેટ પાસે રહેતો રામ કરણ રામ ભરોસા, ઉંમર 20 વર્ષ, આઇસ ફેક્ટરીમાં ભંગાર હટાવવાનું કામ કરતો હતો ત્યારે લોખંડનો પાઇપ તેના પગપર આવી પડ્યો હતો. અકસ્મતમાં ગંભીર ઇજાઓ થતાં યુવાનને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન ઓપરેશન રૂમમાં કોઈ કારણસર તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે હાર્બર મરીન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ કરી વધુ આગળની તપાસ હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande