JCI પોરબંદર દ્વારા વોઇસ ઓફ પોરબંદર સંગીત સ્પર્ધા યોજાઈ
પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર વિસ્તારના નવોદિત કલાકારોમાં રહેલી સંગીત પ્રતિભાને ઉજાગર કરી તેમને યોગ્ય મંચ મળે તે હેતુથી JCI પોરબંદર દ્વારા છેલ્લા 12 વર્ષથી ‘વોઇસ ઓફ પોરબંદર’ સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેછે. આ વર્ષે પણ બિરલા
JCI  પોરબંદર દ્વારા વોઇસ  ઓફ  પોરબંદર  સંગીત સ્પર્ધા  યોજાઈ.


JCI  પોરબંદર દ્વારા વોઇસ  ઓફ  પોરબંદર  સંગીત સ્પર્ધા  યોજાઈ.


JCI  પોરબંદર દ્વારા વોઇસ  ઓફ  પોરબંદર  સંગીત સ્પર્ધા  યોજાઈ.


JCI  પોરબંદર દ્વારા વોઇસ  ઓફ  પોરબંદર  સંગીત સ્પર્ધા  યોજાઈ.


પોરબંદર, 25 ઓગસ્ટ (હિ.સ.) : પોરબંદર

વિસ્તારના નવોદિત કલાકારોમાં રહેલી સંગીત પ્રતિભાને ઉજાગર કરી તેમને યોગ્ય મંચ મળે તે હેતુથી JCI પોરબંદર દ્વારા છેલ્લા 12 વર્ષથી ‘વોઇસ ઓફ પોરબંદર’ સિંગિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેછે. આ વર્ષે પણ બિરલા હોલ ખાતે સંગીત સ્પર્ધાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નવોદિત કલાકારોએ પોતાની ગાયકીની પ્રતિભા રજૂ કરી હતી.

સ્પર્ધા માટે યોજાયેલા

પ્રિસિલેક્શન રાઉન્ડમાં પોરબંદર જિલ્લાના કુલ 90 કલાકારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી પસંદગી પામેલા કલાકારોએ ફાઇનલ સ્પર્ધામાં ભાગ લીધો હતો. સ્પર્ધકોને ફાઇનલ માટે તૈયાર કરવા માટે 15 દિવસ સુધી તાલીમ પણ આપવામાં આવી હતી. પ્રખ્યાત કીબોર્ડ આર્ટિસ્ટ કપિલ જોશી, રવિ એરડા અને ડો. રાજેશ કોટેચાએ સ્પર્ધકોને સુર-તાલ, ગીતની પસંદગી સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું. સિનિયર વિભાગમાં રુદ્ર ઝાલાએ પ્રથમ, સાન તન્નાએ દ્વિતીય અને કેવલ ગાજરાએ તૃતીય સ્થાન મેળવ્યું હતું. જ્યારે જુનિયર વિભાગમાં મનોજ બાપોદરા પ્રથમ, દેવેન ખીસ્તરિયા દ્વિતીય અને પિનલ મારુ તૃતીય સ્થાને રહ્યા હતા. વિજેતાઓને શિલ્ડ અને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગર મોદી, મ્યુનિસિપલ કમિશનર ટી.સી.તીરથાણી, મામલતદાર ભરતકુમાર સંચાણીયા, પોલીસ ઇન્સ્પેક્ટર રામઆહીર સહિત સામાજિક સંસ્થાઓ અને જ્ઞાતિ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કલેક્ટરે JCIના આયોજનને બિરદાવી નવોદિત કલાકારોને મંચ પૂરું પાડવા બદલ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande