ભચાઉમાં પોક્સો કેસનો આરોપી ગણતરીના કલાકોમાં પોલીસના સકંજામાં, ટેકનિકલ સર્વેલન્સથી ઝડપી કાર્યવાહી
કચ્છ, 30 ઓગસ્ટ (હિ.સ.) : ભચાઉ તાલુકામાં સગીરા સાથે સંકળાયેલા પોક્સો કાયદા હેઠળના ગંભીર ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. ગુનો નોંધાયા બાદ ભચાઉ પોલીસની ટીમે માનવ સંસાધન અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી સુધ
ભચાઉ પોક્સો કેસનો આરોપી


કચ્છ, 30 ઓગસ્ટ (હિ.સ.) : ભચાઉ તાલુકામાં સગીરા સાથે સંકળાયેલા પોક્સો કાયદા હેઠળના ગંભીર ગુનામાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. ગુનો નોંધાયા બાદ ભચાઉ પોલીસની ટીમે માનવ સંસાધન અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી સુધી પહોંચીને તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ભચાઉ પોલીસ સ્ટેશનમાં તા. 28 ઓગસ્ટ, 2026ના રોજ ગુના રજીસ્ટર નંબર 829/2026 હેઠળ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 64(2)(i) તેમજ પોક્સો એક્ટની કલમ 3(a), 4(1) અને 18 મુજબ ગુનો નોંધાયો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આરોપીને વહેલી તકે ઝડપી પાડવા માટે પોલીસ અધિકારીઓ દ્વારા ભચાઉ પોલીસને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ સમગ્ર મામલે બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ ડોરડિયા, પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ તપાસ આગળ ધપાવવામાં આવી હતી. ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચનાથી પોલીસ ટીમે ગુનાના આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

તપાસ દરમિયાન પોલીસે પરંપરાગત તપાસની સાથે માનવ સંસાધન અને ટેકનિકલ સર્વેલન્સનો સહારો લીધો હતો. મળેલી માહિતી અને ટેકનિકલ વિગતોનું વિશ્લેષણ કરીને પોલીસ ટીમે આરોપીનું ચોક્કસ લોકેશન શોધી કાઢ્યું હતું. ત્યારબાદ ઝડપી કાર્યવાહી કરી નાની ચિરઈ ગામ, તાલુકો ભચાઉ ખાતે રહેતા 20 વર્ષીય રમજુ સુલેમાન ભટ્ટીને ઝડપી પાડવામાં આવ્યો હતો.

આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને સમગ્ર કેસમાં જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગંભીર પ્રકારના ગુનામાં ફરિયાદ નોંધાયા બાદ ટૂંકા સમયમાં આરોપીની ધરપકડ થતાં ભચાઉ પોલીસની ઝડપી તપાસ અને ટેકનિકલ સર્વેલન્સ આધારિત કામગીરી સામે આવી છે.આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તથા ભચાઉ પોલીસના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande