
પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર શહેરમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસે વધુ એક કાર્યવાહી હાથ ધરી છે. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બોખીરા જનકપુરી સોસાયટીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા પાંચ શખ્સોને એલસીબી ઝડપી પાડયા હતા. સ્થળ પરથી રોકડ રકમ અને ગંજીપત્તા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. બોખીરા જનકપુરી સોસાયટીની શેરી નં.3 માં જાહેરમાં પાંચ શખ્સો ગંજીપત્તાના પાનાથી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા મળી આવ્યા હતા. એલસીબીએદરોડો પાડી જયેશ ગોવિંદભાઈ વાજા, હીરેન ગગુભાઈ કડછા, પીનાક દિનેશભાઈ કવા, અશોક ઉર્ફે હસમુખ કરશનભાઈ સવનીયા અને ગગા ભોદાભાઈ કડછાને ઝડપી પાડયા હતા.દરોડા દરમિયાન સ્થળ પરથી ગંજીપત્તાના 52 પાના, એક પાથરણું તથા રોકડા રૂ.41,400 મળી કુલ રૂ.41,400નો મુદ્દામાલ મળી આવ્યો હતો. મુદ્દામાલ કબજે કરી પાંચેય શખ્સો વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya