પાટણમાં ગટરની સમસ્યાથી લોકો પરેશાન, 48 કલાકમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી
પાટણ, 31 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરના પદ્મનાભ વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાથી સ્થાનિક રહીશો, વેપારીઓ અને પદ્મનાભ મંદિરના દર્શનાર્થીઓ ભારે પરેશાન છે. ગટર લાઇન ચોકઅપ થતાં માર્ગો પર દુર્ગંધયુક્ત ગંદુ પાણી ફરી વળ્યું છે. જેના કાર
પાટણમાં ગટરની સમસ્યાથી લોકો પરેશાન, 48 કલાકમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી


પાટણ, 31 ઓગસ્ટ (હિ.સ.)પાટણ શહેરના પદ્મનાભ વિસ્તારમાં છેલ્લા ચાર મહિનાથી ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યાથી સ્થાનિક રહીશો, વેપારીઓ અને પદ્મનાભ મંદિરના દર્શનાર્થીઓ ભારે પરેશાન છે. ગટર લાઇન ચોકઅપ થતાં માર્ગો પર દુર્ગંધયુક્ત ગંદુ પાણી ફરી વળ્યું છે. જેના કારણે નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય સામે પણ જોખમ ઊભું થયું છે. આ વિસ્તારમાં ડેન્ગ્યુના બે કેસ નોંધાયા હોવાનો પણ રહીશોએ દાવો કર્યો છે.

સમસ્યાના કાયમી નિરાકરણ માટે પદ્મનાભ મંદિર ટ્રસ્ટના પ્રમુખ યશપાલ સ્વામી સહિત સોસાયટીના રહીશોએ પાટણ નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું હતું. અગાઉ કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી અને પાલિકાને કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી, છતાં કામગીરી ન થતાં રહીશોમાં રોષ જોવા મળ્યો હતો. પાલિકા કાર્યાલયે પહોંચેલા રહીશોને પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર કે કારોબારી ચેરમેનમાંથી એક પણ જવાબદાર અધિકારી હાજર ન મળતાં નારાજગી વ્યક્ત કરી હતી.

રહીશોએ ડેન્ગ્યુના રિપોર્ટ અને કલેક્ટરની સૂચના સહિતના પુરાવા સાથે ભૂગર્ભ ગટર શાખા અને OSને આવેદનપત્ર સોંપ્યું હતું. રહીશોના જણાવ્યા મુજબ, એડવાન્સ અને ડબલ વેરો ભરવા છતાં યોગ્ય સુવિધા મળતી નથી. પાલિકાએ તાત્કાલિક સમસ્યા દૂર કરવાની ખાતરી આપી છે. જોકે, 48 કલાકમાં ગટર સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તમામ સોસાયટીના રહીશો સાથે નગરપાલિકા ખાતે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande