
પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર શહેરમાં જુગારની પ્રવૃત્તિ સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ઉદ્યોગનગર પોલીસને વધુ એક સફળતા મળી છે. પોલીસે જયુબેલી રોડ પર આવેલી ગાયત્રી સોસાયટીમાં જાહેરમાં ચાલતા તીનપત્તીના જુગાર પર દરોડો પાડી છ શખ્સોને ઝડપી પાડયા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયુબેલી રોડ, ગાયત્રી સોસાયટી ખાતે આરોપી નંબર-1ના નાકા પાસે જાહેરમાં કેટલાક શખ્સો ગંજીપત્તાના પાનાથી પૈસાની હારજીતનો તીનપત્તીનો જુગાર રમતા હતા. બાતમીના આધારે પોલીસે દરોડો પડ્યો હતો. જેમાં તુલસી લાલજીભાઈ ગોહેલ, ભૂમીત રાજેશભાઈ વાજા, ચિંતન દિલીપભાઈ મરદનીયા, મનસુખ નારણભાઈ ગોહેલ, ભાવિન દુર્લભભાઈ વાજા અને ચીરાગ દુર્લભભાઈ વાજાને જુગાર રમતા ઝડપી લીધા હતા.પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના 52 પાના તથા રોકડા રૂ.25,180નો મુદ્દામાલ કબજે કરી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya