ગાય આડે ઉતરતા અકસ્માતમાં વૃદ્ધનું મોત.
પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર–દ્વારકા હાઈવે પર ગાય આડી ઉતરતાં બાઈક ચાલકે કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકની પાછળની સીટ પર બેઠેલા ગોકળભાઈ મનજીભાઈ ત્રિવેદીને ગંભીર ઈજા પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું. પોલીસ ફરિયાદ મુજબ, ક
ગાય આડે ઉતરતા અકસ્માતમાં વૃદ્ધનું મોત.


પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર–દ્વારકા હાઈવે પર ગાય આડી ઉતરતાં બાઈક ચાલકે કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈકની પાછળની સીટ પર બેઠેલા ગોકળભાઈ મનજીભાઈ ત્રિવેદીને ગંભીર ઈજા પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

પોલીસ ફરિયાદ મુજબ, કાંટેલા ગામના બ્રાહ્મણ ફળિયામાં રહેતા પ્રભુદાસ ગોકળભાઈ ત્રિવેદી સ્પ્લેન્ડર પ્લસ મોટરસાઈકલ નં. GJ-03-EN-9053 લઈ પોરબંદર–દ્વારકા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. તેમની બાઈક પર ગોકળભાઈ મનજીભાઈ ત્રિવેદી પાછળની સીટ પર બેઠા હતા.દરમિયાન હાઈવે પર અચાનક ગાય આડી ઉતરતાં બાઇક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો. બાઈક રોડ પર સ્લીપ થતાં પાછળ બેઠેલા ગોકળભાઈ નીચે પટકાયા હતા.

અકસ્માતમાં તેમના માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.ઈજાઓ ગંભીર હોવાના કારણે તેમનું મોત નીપજ્યું હતું.ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે અકસ્માત અંગે તપાસ હાથ ધરી છે. બાઈક ચાલકે પોતાની તથા અન્યની જિંદગી જોખમાય તેવી રીતે વાહન ચલાવ્યાના આક્ષેપસર તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માતની સમગ્ર ઘટનાને લઇ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande