ગરૂડેશ્વર તાલુકાના સાંઢીયા ગામે કિસાન ગોષ્ઠી યોજાઈ
- કિસાન ગોષ્ઠી દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો રાજપીપળા,31 ઓગસ્ટ (હિ.સ.) નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સાંઢીયા ગામે કિસાન ગોષ્ઠીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ, નવીન કૃષિ તકનીકો તે
Kisan Goshti was held in Sandhiya village of Garudeshwar taluka.


- કિસાન ગોષ્ઠી દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો

રાજપીપળા,31 ઓગસ્ટ (હિ.સ.) નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના સાંઢીયા ગામે કિસાન ગોષ્ઠીનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. ખેડૂતોને આધુનિક કૃષિ પદ્ધતિઓ, નવીન કૃષિ તકનીકો તેમજ સરકારની વિવિધ કૃષિલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન મળી રહે તે હેતુથી આ ગોષ્ઠી યોજાઈ હતી.

કિસાન ગોષ્ઠી દરમિયાન ઉપસ્થિત કૃષિ નિષ્ણાતો દ્વારા ખેડૂતોને ખેતીમાં ઉત્પાદન અને ઉત્પાદકતા વધારવા, આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવવા તેમજ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા અંગે ઉપયોગી માર્ગદર્શન અને માહિતી આપવામાં આવી હતી.

ખેડૂતો દ્વારા ખેતી સંબંધિત વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી, જેના અંગે નિષ્ણાતો દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રગતિશીલ ખેડૂતોએ ખેતી ક્ષેત્રે પોતાના અનુભવો અને સફળતાની વાતો અન્ય ખેડૂતોને જણાવી હતી. જેના થકી ખેડૂતોને નવીન ખેતી પદ્ધતિઓ અપનાવવા તેમજ ખેતીમાં વધુ સારી તકનીકોનો ઉપયોગ કરવા પ્રેરણા મળી હતી.

આ કિસાન ગોષ્ઠીમાં સાંઢીયા ગામ તથા આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ઉપસ્થિત રહી ભાગ લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande