ગાંધીનગર-મહેસાણા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો, 7 ગુનાઓનો ભેદ ઉકેલાયો
મહેસાણા, 31 ઓગસ્ટ, 2026 (હિ.સ.) ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં ગાંધીનગર જિલ્લા એલ.સી.બી.-1 અને એલ.સી.બી.-2ની ટીમને સફળતા મળી છે.
ગાંધીનગર-મહેસાણા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો, 7 ગુનાઓનો ભેદ ઉકેલાયો


મહેસાણા, 31 ઓગસ્ટ, 2026 (હિ.સ.)

ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનાઓને અંજામ આપનાર રીઢા આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં ગાંધીનગર જિલ્લા એલ.સી.બી.-1 અને એલ.સી.બી.-2ની ટીમને સફળતા મળી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી ઘરફોડ ચોરીના 7 અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે.

ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં ઘરફોડ ચોરીના બનાવોને ગંભીરતાથી લઈ આરોપીઓને ઝડપી પાડવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન એલ.સી.બી.-1 અને એલ.સી.બી.-2ની ટીમોએ વિવિધ દિશામાં તપાસ કરી શંકાસ્પદ વ્યક્તિઓની હિલચાલ તેમજ ચોરીના ગુનાઓ સાથે સંકળાયેલી વિગતોના આધારે તપાસ આગળ ધપાવી હતી.

તપાસ દરમિયાન પોલીસને મહત્વની કડી મળતાં એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછ તથા તપાસ દરમિયાન ગાંધીનગર અને મહેસાણા જિલ્લા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કુલ 7 અનડીટેક્ટ ગુનાઓનો ભેદ ઉકેલાયો હોવાનું સામે આવ્યું છે.

પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીએ અન્ય કોઈ ગુનાઓને અંજામ આપ્યો છે કે કેમ તેમજ ચોરીના બનાવોમાં તેની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે કેમ તે અંગે પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

ગાંધીનગર જિલ્લા એલ.સી.બી.-1 અને એલ.સી.બી.-2ની ટીમની આ કામગીરીથી ગાંધીનગર અને મહેસાણા જિલ્લામાં નોંધાયેલા ઘરફોડ ચોરીના 7 ગુનાઓ ઉકેલવામાં સફળતા મળી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande