
મહેસાણા, 31 ઓગસ્ટ, 2026 (હિ.સ.)
મહેસાણા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શહેરના સર્વાંગી વિકાસ, નાગરિક સુવિધાઓ અને સુવ્યવસ્થિત વહીવટને લગતા વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી નિર્ણયો લેવામાં આવ્યા હતા.
સામાન્ય સભામાં શહેરમાં નવા પાર્કોના વિકાસ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત બાળકોમાં માર્ગ સલામતી અંગે જાગૃતિ વધારવા માટે ટ્રાફિક ચિલ્ડ્રન પાર્કની સ્થાપના કરવા અંગે પણ નિર્ણય લેવાયો હતો. ટ્રાફિક નિયમો અને માર્ગ સલામતીની સમજ બાળકોને પ્રાયોગિક રીતે મળી રહે તે દિશામાં આ આયોજન મહત્વપૂર્ણ બની રહેશે.
જાહેર વિકાસ કામોમાં વધુ પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત થાય તે માટે નવી નીતિ અમલમાં મૂકવા અંગે પણ સામાન્ય સભામાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. વિકાસના કામોમાં ગુણવત્તા જળવાય અને કામગીરીમાં પારદર્શિતા વધે તે માટે નવી નીતિ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
મહેસાણા શહેરમાં વધતી નાગરિક જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા માળખાકીય સુવિધાઓના વિકાસ સાથે પાર્ક, ટ્રાફિક જાગૃતિ અને વહીવટી વ્યવસ્થામાં સુધારા માટે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. શહેરના સર્વાંગી વિકાસ સાથે નાગરિકોને વધુ સારી અને સુવિધાજનક સેવાઓ ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહાનગરપાલિકા સતત કાર્યરત છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR