
મહેસાણા, 31 ઓગસ્ટ, 2026 (હિ.સ.)
વર્ષાઋતુ દરમિયાન લોકોની રોગપ્રતિકારક શક્તિ જળવાઈ રહે અને ઋતુજન્ય રોગોથી બચાવ માટે આયુષ્માન આરોગ્ય મંદિર, નાગલપુર, તા.-જી. મહેસાણા દ્વારા રોગપ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદિક ઉકાળાનું નિયમિત વિતરણ કરવામાં આવી રહ્યું છે.
વરસાદી ઋતુમાં વાતાવરણમાં ભેજ વધવાથી વિવિધ ઋતુજન્ય બીમારીઓનું પ્રમાણ વધવાની શક્યતા રહે છે. ત્યારે આયુર્વેદિક પદ્ધતિથી તૈયાર કરવામાં આવતો ઉકાળો લોકોના સ્વાસ્થ્ય માટે ઉપયોગી બને તે હેતુથી આરોગ્ય કેન્દ્ર દ્વારા તેનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે આવતા નાગરિકોને ઉકાળાના સેવન અંગે જરૂરી માર્ગદર્શન પણ આપવામાં આવે છે. સાથે જ વરસાદી ઋતુ દરમિયાન સ્વચ્છતા જાળવવા, શુદ્ધ અને ઉકાળેલું પાણી પીવા તથા આરોગ્ય પ્રત્યે સાવચેતી રાખવા અંગે પણ લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
આ પહેલનો મુખ્ય હેતુ સ્થાનિક કક્ષાએ લોકોને આયુર્વેદિક ઉપચાર અને આરોગ્યપ્રદ જીવનશૈલી અંગે જાગૃત કરી રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. આયુષ્માન આરોગ્ય મંદિર દ્વારા વર્ષાઋતુ દરમિયાન નિયમિત રીતે આ સેવા ચાલુ રાખવામાં આવી રહી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR