બેચરાજીમાં ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026’ અંતર્ગત જિલ્લા પ્રશિક્ષણ વર્ગ યોજાયો
મહેસાણા, 31 ઓગસ્ટ, 2026 (હિ.સ.) બેચરાજી ખાતે ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026’ અંતર્ગત મહેસાણા જિલ્લા ભાજપા દ્વારા જિલ્લા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ ઉપસ્થિત રહી પ્રશિક્ષણ મેળ
બેચરાજીમાં ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026’ અંતર્ગત જિલ્લા પ્રશિક્ષણ વર્ગ યોજાયો


મહેસાણા, 31 ઓગસ્ટ, 2026 (હિ.સ.) બેચરાજી ખાતે ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026’ અંતર્ગત મહેસાણા જિલ્લા ભાજપા દ્વારા જિલ્લા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોએ ઉપસ્થિત રહી પ્રશિક્ષણ મેળવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત કાર્યકરોને પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટનું માર્ગદર્શન પ્રાપ્ત થયું હતું. તેમણે સંગઠનના કાર્ય, પક્ષની વિચારધારા તેમજ કાર્યકરોની જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું હતું.

પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય ઉદ્દેશ કાર્યકરોને સંગઠનની વિચારધારા, કાર્યપદ્ધતિ અને વિવિધ સામાજિક તથા રાષ્ટ્રીય મુદ્દાઓ અંગે માહિતગાર કરવાનો રહ્યો હતો. કાર્યક્રમ દરમિયાન કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવા અને જનસેવાના કાર્યોને વેગ આપવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

જિલ્લા ભાજપા દ્વારા આયોજિત આ પ્રશિક્ષણ વર્ગમાં કાર્યકરોમાં સંગઠનાત્મક સમજ અને જવાબદારીની ભાવના વધુ મજબૂત બને તે દિશામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande