પોરબંદરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.
પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં વરસાદની અછતથી ખેતી અને પશુપાલન સામે સંકટ ઊભું થયું હોવાના આક્ષેપ વચ્ચે ખેડૂતોનો રોષ હવે ખુલ્લેઆમ રસ્તા પર આવ્યો છે. જિલ્લાના વિવિધ ગામોમાંથી 300થી વધુ ખેડૂતો એકઠા થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ ધસી આવ્યા હતા. ખે
પોરબંદરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

પોરબંદરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

પોરબંદરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

પોરબંદરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

પોરબંદરને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લામાં વરસાદની અછતથી ખેતી અને પશુપાલન સામે સંકટ ઊભું થયું હોવાના આક્ષેપ વચ્ચે ખેડૂતોનો રોષ હવે ખુલ્લેઆમ રસ્તા પર આવ્યો છે. જિલ્લાના વિવિધ ગામોમાંથી 300થી વધુ ખેડૂતો એકઠા થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ ધસી આવ્યા હતા. ખેડૂતોની એક જ માગ હતી કે પોરબંદર જિલ્લાને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે અને અસરગ્રસ્ત ખેડૂતો તથા પશુપાલકોને તાત્કાલિક રાહત આપવામાં આવે.ખેડૂતો કચેરીએ પહોંચે તે પહેલાં જ મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવતાં મામલો ગરમાયો હતો. ખેડૂતોને અંદર જતાં અટકાવવામાં આવ્યા હતા અને કચેરી બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. કીર્તિ મંદિર અને કમલાબાગ પોલીસનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો હતો. જોકે, ખેડૂતો પીછેહઠ કરવા તૈયાર નહોતા. અંતે ગેટ ખોલવામાં આવ્યો અને ખેડૂતો મોટી સંખ્યામાં કચેરી પરિસરમાં ઘૂસી ગયા હતા. 'જય જવાન, જય કિસાન'ના નારા સાથે ખેડૂતોએ તંત્ર સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.

*માત્ર આવેદન નહીં, અમારી વાત સાંભળો'; 15 દિવસનું અલ્ટિમેટમ*

ખેડૂતોએ કલેક્ટર કચેરીના પટાંગણમાં બેસી જિલ્લા કલેક્ટરને નીચે આવી તેમની રજૂઆતો સાંભળવાની માગ કરી હતી. જોકે કલેક્ટરના બદલે ડેપ્યુટી કલેક્ટર ખેડૂતો પાસે પહોંચ્યા હતા. ખેડૂતોનો આક્ષેપ હતો કે તેમની સમસ્યા વિગતવાર સાંભળવાને બદલે માત્ર આવેદન આપી સરકાર સુધી પહોંચાડવાની વાત કરવામાં આવી હતી. આથી ખેડૂતોમાં વધુ રોષ જોવા મળ્યો હતો. અંતે ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોની માગ છે કે પોરબંદરને તાત્કાલિક દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે, અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે તેમજ પશુપાલકોને ઘાસચારો અને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે.ખેડૂત આગેવાનોએ સરકારને 15 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. 15 દિવસમાં માગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો મોટી સંખ્યામાં ખેડૂતો સાથે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ છે કે હવે આશ્વાસન નહીં, તાત્કાલિક નિર્ણય અને રાહત જોઈએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande