



પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.)ભારતીય જનતા પાર્ટી પોરબંદર જિલ્લા દ્વારા આયોજિત “પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-2026' અંતર્ગત પોરબંદર જિલ્લા પ્રશિક્ષણ વર્ગનો ઉત્સાહભેર પ્રારંભ થયો હતો.ત્રણ દિવસીય પ્રશિક્ષણ વર્ગ દરમિયાન પક્ષના કાર્યકરોને સંગઠનના વિચારો, કાર્યપદ્ધતિ, રાષ્ટ્રનિર્માણમાં કાર્યકરોની ભૂમિકા, વૈચારિક બાબતો તેમજ જનસેવાના વિવિધ પાસાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવશે. વિવિધ સત્રોમાં પક્ષના વરિષ્ઠ આગેવાનો અને નિષ્ણાતો દ્વારા 11 અલગ અલગ વિષયો પર માર્ગદર્શન અપાશે.આ પ્રશિક્ષણ મહાઅભિયાનનો મુખ્ય હેતુ કાર્યકરોમાં સંગઠન પ્રત્યેની પ્રતિબદ્ધતા વધુ મજબૂત બનાવવાનો અને લોકસેવાના કાર્યોને નવી ગતિ આપવાનો છે.
પ્રશિક્ષણ વર્ગના પ્રારંભ પ્રસંગે પ્રદેશ વિશેષ આમંત્રિત સભ્ય તથા સૌરાષ્ટ્ર ઝોનના પ્રશિક્ષણ વર્ગ ઇન્ચાર્જ પ્રદીપભાઈ ખીમાણી, જિલ્લા પ્રશિક્ષણ વર્ગના વાલી શૈલેન્દ્રસિંહ રાઠોડ, પોરબંદર જિલ્લા ભાજપ પ્રભારી ડૉ. વિમલભાઈ કાગથરા, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત પોરબંદર મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદી, જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન ઓડેદરા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવીણભાઈ ખોરાવા અને પ્રવીણભાઈ ઓડેદરા, રાજેશભાઈ કારગટીયા, ડેપ્યુટી મેયર મનીષભાઈ શિયાળ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વિક્રમભાઈ ઓડેદરા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખો રાજશીભાઈ પરમાર, કિરીટભાઈ મોઢવાડિયા, રમેશભાઈ પટેલ, નિલેશભાઈ ઓડેદરા, અરજણભાઈ ભૂતિયા સહિત જિલ્લા સંગઠનના હોદ્દેદારો, વિવિધ મંડળોના પ્રમુખો, જિલ્લા મોરચાના હોદ્દેદારો અને વરિષ્ઠ કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya