

પોરબંદર, 31 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોપાટી-કનકાઈ મંદિર નજીક લાલપેલેસ વિસ્તારમાં થયેલી સોનાની ચેઈન લૂંટનો પોલીસે ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડયા છે. આરોપીઓ પાસેથી લૂંટવામાં આવેલી આશરે રૂ.50 હજારની સોનાની પેન્ડલવાળી ચેઈનનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.
પોલીસ ફરિયાદ મુજબ, તા.28 ઓગસ્ટના રોજ બપોરના સમયે ચોપાટી કનકાઈ મંદિર પાસે લાલપેલેસ વિસ્તારમાં એક વ્યક્તિ સાથે મારામારી કરી તેના ગળામાં પહેરેલી પેન્ડલવાળી સોનાની ચેઈન આરોપીઓએ લૂંટી લીધી હતી. ઘટનાને પગલે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં લૂંટનો ગુનો નોંધાયો હતો. લૂંટનો ગુનો ગંભીર હોવાથી પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ કમલાબાગ પોલીસની સર્વેલન્સ ટીમોએ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. સ્થાનિક CCTV કેમેરા, નેત્રમ કમાન્ડ એન્ડ કંટ્રોલના કેમેરા તેમજ હ્યુમન સોર્સની મદદથી આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ હતી. દરમિયાન પોલીસના હ્યુમન સોર્સ મારફતે માહિતી મળી હતી કે ચોપાટી નગરપાલિકાના પાર્ટી પ્લોટ પાસે એક મહિલા અને એક પુરુષ શંકાસ્પદ રીતે ફૂટપાથ પર બેઠા છે. પોલીસ ટીમે સ્થળ પર પહોંચી બંનેની પૂછપરછ કરી હતી. તેમની પાસે રહેલી પ્લાસ્ટિકની થેલીમાંથી સોનાની પેન્ડલવાળી ચેઈન મળી આવી હતી. બંને સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતાં બંનેએ તા.28 ઓગસ્ટના રોજ બપોરે ચોપાટી કનકાઈ મંદિર પાસે લાલપેલેસ વિસ્તારમાં એક વ્યક્તિને ઢીકાપાટુનો માર મારી તેના ગળામાંથી ચેઈન કાઢી લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે સોનાની ચેઈન કબજે કરી બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કબજે કરેલી ચેઈનના અલગ-અલગ ત્રણ ટુકડા અને માતાજીની ડિઝાઈનવાળું પેન્ડલ મળી આવ્યું છે. તેનું વજન 8 ગ્રામ 380 મિલી અને અંદાજિત કિંમત રૂ.50,000 હોવાનું પોલીસ પ્રેસનોટમાં જણાવાયું છે. પોલીસે આ ગુનામાં પવન કાળુભાઈ વઢીયાર (ઉંમર 27), રહે. ચોપાટી ફૂટપાથ, પોરબંદર અને લાજવંતીબેનઘનસિંગ એમરસિંગ ડાભી (ઉંમર 30), રહે. ચોપાટી ફૂટપાથ, પોરબંદરની ધરપકડ કરી છે.પવન સામે એગાઉ પણ ગુનાઓ નોંધાયેલા
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya