ફિટ ઈન્ડિયા અને વિશ્વ બંધુત્વનો સંદેશ લઈને હરિયાણાથી સાયકલ યાત્રી,પોરબંદર પહોંચ્યો.
પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) ફિટ ઈન્ડિયા, માનસિક સ્વાસ્થ્ય અને સ્વસ્થ જીવન શૈલીનો સંદેશ જન-જન સુધી પહોંચાડવાના હેતુથી હરિયાણાથી સમગ્ર ભારતની સાયકલ યાત્રા કરી રહેલા મહેશ પ્રજાપતિ પોરબંદર પહોંચ્યા હતા.તેમણે જિલ
ફિટ   ઈન્ડિયા  અને  વિશ્વ  બંધુત્વનો  સંદેશ લઈને હરિયાણાથી સાયકલ યાત્રી,પોરબંદર પહોંચ્યો.


ફિટ   ઈન્ડિયા  અને  વિશ્વ  બંધુત્વનો  સંદેશ લઈને હરિયાણાથી સાયકલ યાત્રી,પોરબંદર પહોંચ્યો.


ફિટ   ઈન્ડિયા  અને  વિશ્વ  બંધુત્વનો  સંદેશ લઈને હરિયાણાથી સાયકલ યાત્રી,પોરબંદર પહોંચ્યો.


પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) ફિટ

ઈન્ડિયા, માનસિક સ્વાસ્થ્ય અને સ્વસ્થ જીવન શૈલીનો સંદેશ જન-જન સુધી

પહોંચાડવાના હેતુથી હરિયાણાથી સમગ્ર ભારતની સાયકલ

યાત્રા કરી રહેલા મહેશ પ્રજાપતિ પોરબંદર

પહોંચ્યા હતા.તેમણે જિલ્લા પોલીસ વડા ભાગીરથસિંહ

જાડેજાની મુલાકાત સાથે ડૉ. વી.આર.ગોઢાણીયા

બી.એડ.કોલેજની મુલાકાત લઈ ભાવિ શિક્ષકો સાથે

પ્રેરણાદાયી સંવાદ કર્યો હતો.

કોલેજ પરિવાર દ્વારા મહેશ પ્રજાપતિનું

સાલ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ

પ્રસંગે કમલાબાગ પોલીસ અધિકારી રામ આહીર ઉપસ્થિત રહ્યા

હતા.મહેશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે

ટેક્નોલોજીના વધતા ઉપયોગ અને બદલાતી જીવનશૈલીના કારણે

યુવાનોમાં માનસિક તણાવ સહિતના પડકારો વધી રહ્યા

છે.સ્વસ્થ શરીર માટે સ્વસ્થ મન જરૂરી છે

અને યુવાનો રાષ્ટ્રના મજબૂત આધારસ્તંભ હોવાથી

તેમણે નિયમિત કસરત, યોગ, સાયકલિંગ અને સકારાત્મક જીવનશૈલી અપનાવવી જોઈએ.

તેમણે દેશના વિવિધ

રાજ્યોમાં કરેલી સાયકલ યાત્રાના અનુભવો

વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યા હતા.લાંબા અંતરની યાત્રામાં આવેલા પડકારો અને વિવિધ લોકો સાથે થયેલા સંવાદ અંગે પણ

માહિતી આપી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક

પ્રશ્નો પૂછીને તેમની સાથે સંવાદ કર્યો હતો.મહેશ

પ્રજાપતિની સાયકલ યાત્રા ફિટનેસ ઉપરાંત માનસિક

સ્વાસ્થ્ય, શારીરિક તંદુરસ્તી અને સ્વસ્થ જીવનશૈલી

અંગે જાગૃતિ ફેલાવવાનું માધ્યમ બની રહી છે.

કોલેજ પરિવાર અને ટ્રસ્ટ દ્વારા તેમની

રાષ્ટ્રીય જાગૃતિની આયાત્રાને

અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande