પાટણમાં વરસાદ વચ્ચે રસ્તા પર વૃક્ષ ધરાશાયી
પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં સતત વરસાદ વચ્ચે જિલ્લા નિવાસી અધિક કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના નિવાસસ્થાન તરફ જતા રસ્તા પર અચાનક વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ પડવાથી રસ્તાનો અડધો ભાગ બંધ થઈ ગયો હતો, જેના કારણે નાગરિકો, સરકારી કર્મચારીઓ અ
પાટણમાં વરસાદ વચ્ચે રસ્તા પર વૃક્ષ ધરાશાયી


પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ શહેરમાં સતત વરસાદ વચ્ચે જિલ્લા નિવાસી અધિક કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાના નિવાસસ્થાન તરફ જતા રસ્તા પર અચાનક વૃક્ષ ધરાશાયી થયું હતું. વૃક્ષ પડવાથી રસ્તાનો અડધો ભાગ બંધ થઈ ગયો હતો, જેના કારણે નાગરિકો, સરકારી કર્મચારીઓ અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી પડી હતી.

રસ્તા વચ્ચે વૃક્ષ પડવાથી અકસ્માતનો ભય ઉભો થયો હતો. આ અંગે એક જાગૃત નાગરિકે તાત્કાલિક પાટણ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર અને વન વિભાગનો સંપર્ક કરી ઘટનાની જાણ કરી હતી. સાથે જ વૃક્ષને ઝડપથી હટાવી રસ્તો વાહનચાલકો અને રાહદારીઓ માટે સુરક્ષિત બનાવવાની રજૂઆત કરી હતી.

સતત વરસાદને પગલે શહેરમાં આવા જોખમી સ્થળોએ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે. રસ્તા પર પડેલા વૃક્ષને વહેલી તકે દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરવામાં આવે તેવી નાગરિકોમાં અપેક્ષા છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande