વેરાવળ રોટરી ક્લબે ક્રિસ્ટલ સ્કૂલ ખાતે પાંચ દિવસ માટે ગણેશજીની સ્થાપના કરી, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય કાર્યો સાથે ધાર્મિક પહેલ પણ કરી
ગીર સોમનાથ 14 સપ્ટેમ્બર (હિ.સ.) ગણેશ ઉત્સવની શરૂઆત વર્ષો પહેલા મહારાષ્ટ્રમાં આઝાદીની ચળવળ દરમિયાન લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી આ ઉત્સવ ઉજવાય છે. અહીં પ્રથમ મહારાષ્ટ્ર મંડળ અ
વેરાવળ રોટરી ક્લબે ક્રિસ્ટલ સ્કૂલ ખાતે


ગીર સોમનાથ 14 સપ્ટેમ્બર (હિ.સ.) ગણેશ ઉત્સવની શરૂઆત વર્ષો પહેલા મહારાષ્ટ્રમાં આઝાદીની ચળવળ દરમિયાન લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવી હતી. ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં પણ છેલ્લા ઘણા વર્ષોથી આ ઉત્સવ ઉજવાય છે. અહીં પ્રથમ મહારાષ્ટ્ર મંડળ અને પછી નવયુગ મહારાષ્ટ્ર મંડળ સહિત ઘરે ઘરે ગણપતિની સ્થાપના થાય છે.

રોટરી ક્લબ ઓફ વેરાવળના પ્રેસિડેન્ટ રાજેશ જયસ્વાલ, સેક્રેટરી રવી સમાણી, પાસ પ્રેસિડેન્ટ મનસુખભાઈ સિયાણી, કિશનભાઇ ફોફંડી, ગીરીશભાઈ ઠક્કર, જનકભાઈ સોમૈયા, ભરતભાઈ શાહ, હાર્દિકભાઈ જયસ્વાલ, ભીખુભાઈ જેઠવા, કશ્યપ સામાણી, અનિસ રાચ્છ, સમીર પોપટ, નીલ ચંદે, ભાવિનભાઈ નથવાણી, ડો. ખેવના કારાવડીયા, રીમાબેન રવિભાઈ સમાણી અને દિવ્યાબેન કશ્યપભાઈ સામાણી સહિતના સભ્યો હાજર રહ્યા હતા. ક્રિસ્ટલ સ્કૂલના પ્રિન્સિપાલ, મેનેજમેન્ટ અને સ્ટાફ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ગણપતિ દાદાનું પૂજન અને આરતી કરી સ્થાપન કર્યું હતું.

સ્થાપના બાદ ક્રિસ્ટલ સ્કૂલના વિદ્યાર્થીઓને દર્શન કરાવવામાં આવ્યા હતા. તેમજ તેમને પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

રોટરી ક્લબ ઓફ વેરાવળ સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે કાર્યરત છે. ક્લબ ધાર્મિક ક્ષેત્રે પણ અગ્રેસર રહી સમાજના લોકોને જોડવા અને હિન્દુ સંસ્કૃતિની પરંપરા જાળવવામાં મદદ કરે છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ રાજેશ જયસ્વાલના માર્ગદર્શન હેઠળ સ્કૂલના મેનેજમેન્ટ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ માહિતી રોટરી ક્લબની એક યાદીમાં અનિસ રાચ્છે આપી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande