પાટણ PI રાકેશ ઉનાગરની ભાવનગર રેન્જ ખાતે બદલી થતાં નવા સર્કિટ હાઉસ ખાતે વિદાય સન્માન સમારોહ યોજાયો.
પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લામાં પોણા પાંચ વર્ષ સુધી ફરજ બજાવનાર પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ ઉનાગરની ભાવનગર રેન્જ ખાતે બદલી થતાં જિલ્લા પોલીસ દ્વારા નવા સર્કિટ હાઉસ ખાતે વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક VK નાઈ સહિતના અધિકારી
પાટણ PI રાકેશ ઉનાગરની ભાવનગર રેન્જ ખાતે બદલી થતાં નવા સર્કિટ હાઉસ ખાતે વિદાય સન્માન સમારોહ યોજાયો.


પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.)પાટણ જિલ્લામાં પોણા પાંચ વર્ષ સુધી ફરજ બજાવનાર પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ ઉનાગરની ભાવનગર રેન્જ ખાતે બદલી થતાં જિલ્લા પોલીસ દ્વારા નવા સર્કિટ હાઉસ ખાતે વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. જિલ્લા પોલીસ અધિક્ષક VK નાઈ સહિતના અધિકારીઓએ તેમને સન્માનિત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

જાન્યુઆરી 2022માં PI તરીકે પ્રથમ પોસ્ટિંગ મળ્યા બાદ રાકેશ ઉનાગરે પાટણ જિલ્લામાં સરસ્વતી પોલીસ સ્ટેશનના PI તરીકે કામગીરી શરૂ કરી હતી. ત્યારબાદ SOGમાં ફરજ દરમિયાન બાળ તસ્કરીના નેટવર્કનો પર્દાફાશ કરી આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

SOG બાદ LCBની જવાબદારી સંભાળનાર રાકેશ ઉનાગરે ચોરી, લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સક્રિય ઈરાની, બજાણીયા, મુલતાની, કડિયા સાનસી અને ચદ્દર ગેંગ સામે કાર્યવાહી કરી હતી.

નીલમ સિનેમા રોડ પર થયેલી હત્યા તેમજ મઢુત્રામાં દ્રશ્યમ ફિલ્મની તર્જ પર થયેલી હત્યાના ગુનામાં પણ તેમણે કુશળતાપૂર્વક તપાસ કરી આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા.

વિદાય સમારોહમાં શ્રીફળ, સાકર, શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માન કરાયું હતું. રાકેશ ઉનાગરે જિલ્લા પોલીસના સહકાર બદલ આભાર વ્યક્ત કરી નવી જવાબદારીમાં પણ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande