પ્રોહિબિશનના ગુનામાં એક મહિનાથી ફરાર આરોપી દિવથી ઝડપાયો.
પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક મહિના કરતાં વધુ સમયથી પોલીસ પકડથી બચવામાટે નાસતો ફરતો આરોપી રાજ્ય બહાર કેન્દ્ર
પ્રોહિબિશનના  ગુનામાં એક મહિનાથી ફરાર આરોપી દિવથી ઝડપાયો.


પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) પોરબંદરના

કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં

નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં

છેલ્લા એક મહિના કરતાં વધુ

સમયથી પોલીસ પકડથી બચવામાટે

નાસતો ફરતો આરોપી રાજ્ય બહાર

કેન્દ્રશાસિત પ્રદેશ દિવ માંથી ઝડપાયો છે. કમલાબાગ પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડી ધોરણસરની અટકાયત કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, પ્રોહિબિશનના અગાઉના ગુનામાં પકડાયેલા મહિલા આરોપીઓને ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની 750 એમએલની કંપની સીલ બંધ કાચની 38 બોટલો પૂરી પાડવામાં આવી હોવાનો આરોપ નિકુંજ ઉર્ફે નિક કિરણ ચારણીયા સામે હતો. આ ગુનામાં અન્ય આરોપીઓ સાથે મળી એકબીજાને મદદગારી કરી હોવાનો પણ ઉલ્લેખ છે.આરોપી નિકુંજ ઉર્ફે નિક કિરણ ચારણીયા છેલ્લા એક મહિનાથી વધુ સમયથી પોલીસથી બચવા માટે ફરાર હતો.

આરોપીને ઝડપી લેવા કમલાબાગ પોલીસની ટીમ દ્વારા સતત શોધખોળ કરવામાં આવી રહી હતી.દરમિયાન પીએસઆઇ પી.બી. ગોજીયા તથા લોકરક્ષક ધર્મેશભાઇ સોલંકી, પ્રવિણભાઇ પોરીયા અને કૌશિકકુમાર સોલંકીને મળેલી ચોક્કસ બાતમીના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ આગળ ધપાવવામાં આવી હતી.

આરોપી દિવ ખાતે હોવાની માહિતી મળતા ટીમે હોટલ હેમલ ગાર્ડન ખાતે પહોંચી તેને ઝડપી લીધો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande