


ગાંધીનગર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : નિફ્ટ ગાંધીનગર ખાતે ગણેશ ચતુર્થીની ઉજવણી શ્રદ્ધા, સર્જનાત્મકતા અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારીના સશક્ત સંદેશ સાથે કરવામાં આવી. ઉજવણીનું મુખ્ય આકર્ષણ પર્યાવરણમૈત્રી ગણેશ પ્રતિમાની સ્થાપના રહ્યું, જે ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓને ટકાઉ અને પર્યાવરણમૈત્રી પદ્ધતિઓ સાથે જોડવાની સંસ્થાની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.
વિદ્યાર્થીઓ, ફેકલ્ટી સભ્યો અને કર્મચારીઓએ પરંપરાગત પૂજા-અર્ચના, ધાર્મિક વિધિઓ તેમજ પર્યાવરણમૈત્રી સામગ્રીથી કેમ્પસની સજાવટમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પ્રો. ડૉ. સમીર સૂદ, ડિરેક્ટર, નિફ્ટ ગાંધીનગરએ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતની ઉજવણી સાથે પર્યાવરણીય ટકાઉપણાં પ્રત્યે જાગૃત રહેવાના મહત્વ પર ભાર મૂક્યો. આ ઉજવણીએ ડિઝાઇન, નવીનતા, સંસ્કૃતિ અને ટકાઉપણુંને એકસાથે જોડવાની નિફ્ટની વિચારધારાને ઉજાગર કરી અને વિદ્યાર્થીઓને તેમના વ્યાવસાયિક તેમજ દૈનિક જીવનમાં જવાબદાર અને પર્યાવરણમૈત્રી પદ્ધતિઓ અપનાવવા પ્રેરિત કર્યા.
આ પહેલે “જવાબદારી સાથે પરંપરા”નો સંદેશ વધુ મજબૂત બનાવ્યો અને દર્શાવ્યું કે પ્રકૃતિ તથા પર્યાવરણનું સન્માન જાળવીને પણ તહેવારોને આનંદ, ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવી શકાય છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ