
પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : ઓડદર
ગામના વણકર વાસમાં છેડતીનો કેસ કરવાની વાતને લઈને એક જ પરિવારના લોકો વચ્ચે મારામારી થયાની ઘટના સામે આવી છે.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ફરિયાદીના કાકાના દીકરા જીતુભાઈએ આરોપી જાનવીને ગામના પાદરે જઈ વિજય કાકાને અડી જવા અને ત્યારબાદ છેડતીનો કેસ લખાવવાની વાત કરી હતી. આ વાત ફરિયાદીએ સાંભળતા જીતુભાઈને આવું ન કરવા અને બધા એક જ પરિવારના ભાઈઓ હોવાનું કહી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન આરોપી નંબર-1 મહિલાએ ફરિયાદીના માથાના વાળ પકડી નીચે પછાડી દીધા હતા અને ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. દરમિયાન આરોપી નંબર-2 અને નંબર-3 હાથમાં લાકડીઓ લઈને ત્યાં આવી પહોંચ્યા હતા. મારામારી દરમિયાન આરોપી નંબર 2એ લાકડી વડે ફરિયાદીના માથાના ભાગે મારમારતા ગંભીર ઈજા પહોંચી હતી અને પાંચ ટાંકા લેવા પડ્યા હતા. જ્યારે આરોપી
નંબર 3એ લાકડી વડે માર મારતા જમણા હાથની પાંસળીમાં ફ્રેક્ચર થયું હતું અને
ઓપરેશન કરવાની જરૂર પડી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
બનાવ અંગે ફરિયાદીએ ત્રણેય આરોપીઓ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી
વધુત પાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya