
ગીર સોમનાથ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : વેરાવળ સીટી પો.સ્ટ ધાર્મિક તહેવારો સંવત્સરી, ગણેશ ઉત્સવ, રામદેવજી મહારાજની ધ્વજા, અગિયારમી શરીફ સહિત તહેવારો નજીકના દિવસોમા આવી રહ્યાં હોય જે અનુસંધાને ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન મુજબ સીટી પો.સ્ટે.સીટી પીઆઈ જે.એન. ગઢવીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ.
આ તકે હિન્દુ મુસ્લિમ સમાજોના પટેલો, પ્રમુખો, આગેવાનો, પ્રતિનિધિઓ ગણપતિ ઉત્સવના આયોજકો સહિત ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે સીટી પીઆઈ જે.એન.ગઢવી બધા ધાર્મીક તહેવારો ભાયચારાથી ઉજવાય તેવી અપીલ કરાઈ
અને કોઈ અનિચ્છિય બનાવ ન બને તેમાટે સૌને તકેદારી રાખવી બધા તહેવારો માં પૂરતો પોલીસ બંદોબસ્ત રહેશ કોઇએ કોઈની લાગણી દુભાય તેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ ન કરવી કોઈએ કાયદો હાથમાં ન લેવો કોઈ બનાવ બને તો નજીકના પોલીસ સ્ટેશન અથવા ટેલિફોનિક ૦૨૮૭૬ ૨૨૦૦૦૩ પર સંપર્ક કરવા જણાવ્યું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ