ઉના-ગીરગઢડા પંથકમાં વરસાદ શરૂ: ભાદરવે અષાઢી માહોલ સર્જાયો, ખેડૂતો ખુશ; નદી-નાળામાં નવા નીર વહેતા થયા
સોમનાથ,14 સપ્ટેમ્બર (હિ.સ.) ઉના-ગીરગઢડા પંથકમાં બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બાદમાં અચાનક વરસાદનું જોર વધતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ખેડૂ
ઉના-ગીરગઢડા પંથકમાં વરસાદ શરૂ:


સોમનાથ,14 સપ્ટેમ્બર (હિ.સ.) ઉના-ગીરગઢડા પંથકમાં બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો છે. સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બાદમાં અચાનક વરસાદનું જોર વધતા અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. શહેરના રસ્તાઓ પર પણ પાણી વહેતા થયા હતા.

છેલ્લા કેટલાક ટાઈમથી વરસાદે વિરામ લેતાં ખેડૂતો ચિંતામાં હતા. ખેતરોમાં ઉભા પાકને વરસાદની જરૂરિયાત હોવાથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. આજે ફરી સવારથી જ વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં રાહત મળી છે. ભાદરવા મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હોય

ઉના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. નાંદરખ, મોઠા, આમોદ્રા, સાનખડા, ગાંગડા સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર વધતાં રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. નદી-નાળાઓમાં પણ નવા નીર આવવાની શરૂઆત થતાં ગ્રામ્ય પંથકમાં હરિયાળી છવાવાની આશા જાગી છે.

ગીરગઢડા તાલુકામાં પણ વરસાદ વરસતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ગીરગઢડા તાલુકામાં સિઝનનો અત્યાર સુધીમાં માત્ર અંદાજે 12 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. લાંબા વિરામ બાદ આજે વરસાદ વરસતાં ખેતીના પાકને ફાયદો થવાની આશા સાથે છે. દીવમાં પણ વરસાદ શરૂ થતાં રાહત જોવા મળી હતી. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી.

આગામી દિવસોમાં પણ સારો વરસાદ વરસે અને ભાદરવો સારો રહે તેવી આશા પંથકના લોકો રાખી રહ્યા છે. વરસાદના જોરમાં વધારો થતાં નદી-નાળામાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે. તેથી નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિક તંત્ર દ્વારા તકેદારી રાખવી પડશે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande