માધાપરમાં દારૂબંધી સામે મોટો સવાલ, ખાલી બોટલો અને દેશી દારૂની થેલીઓનો વીડિયો વાયરલ થતાં ચકચાર
કચ્છ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજ નજીક આવેલું માધાપર ગામ તેની સમૃદ્ધિ અને વૈશ્વિક ઓળખ માટે જાણીતું છે. એશિયાના સૌથી ધનવાન ગામ તરીકે ઓળખાતા માધાપરમાં હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોને કારણે દારૂબંધીના અમલને લઈને ચર્ચા શરૂ થઈ છે. વાયરલ વીડિ
માધાપરમાં દારૂની ખાલી બાટલીઓ


માધાપરમાં દારૂની ખાલી બાટલીઓ


માધાપરમાં દારૂની ખાલી બાટલીઓ


માધાપર માં દારૂની ખાલી બાટલીઓ


કચ્છ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : ભુજ નજીક આવેલું માધાપર ગામ તેની સમૃદ્ધિ અને વૈશ્વિક ઓળખ માટે જાણીતું છે. એશિયાના સૌથી ધનવાન ગામ તરીકે ઓળખાતા માધાપરમાં હવે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોને કારણે દારૂબંધીના અમલને લઈને ચર્ચા શરૂ થઈ છે. વાયરલ વીડિયોમાં વિદેશી દારૂની ખાલી બોટલો તેમજ દેશી દારૂની ખાલી થેલીઓ જોવા મળી રહી છે. આ દૃશ્યો સામે આવ્યા બાદ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં આ દૃશ્યો માધાપરના જુનાવાસ અને નવાવાસ વિસ્તારના હોવાનું સામે આવી રહ્યું છે. જાહેર સ્થળે મોટી સંખ્યામાં જોવા મળતી ખાલી બોટલો અને દારૂની થેલીઓ ગુજરાતમાં અમલમાં રહેલી દારૂબંધીના કાયદા સામે ગંભીર સવાલ ઉભા કરે છે.

માધાપર જેવા વિકસિત અને પ્રતિષ્ઠિત ગામમાં આ પ્રકારના દૃશ્યો સામે આવતા દારૂના ગેરકાયદેસર વેચાણ અને સેવન પર નિયંત્રણ માટે પોલીસ તંત્રની કામગીરી અંગે પણ લોકોનું ધ્યાન ખેંચાયું છે. ખાસ કરીને જાહેર સ્થળોએ દારૂની ખાલી બોટલો મળી આવતી હોય તો તે બાબતની તપાસ કરીને તેના મૂળ સુધી પહોંચવું જરૂરી બની રહે છે.

ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અમલમાં હોવા છતાં દારૂની બોટલો અને દેશી દારૂની ખાલી થેલીઓ માધાપર સુધી કેવી રીતે પહોંચી તે મહત્વનો પ્રશ્ન છે. શું આ બોટલો અને થેલીઓ અહીં દારૂના વેચાણ કે સેવન બાદ ફેંકવામાં આવી છે કે પછી વાયરલ વીડિયોમાં દેખાતી સામગ્રી પાછળ કોઈ અન્ય હકીકત છે, તે પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકે છે.

હવે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વાયરલ વીડિયોની ખરાઈ, સ્થળની તપાસ અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં તેના પર નજર રહેશે. માધાપરમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવાય તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande