ઘોરાડથી મેન્ગ્રુવ અને સીવીડ સુધી ભુપેન્દ્ર યાદવની નજર: કચ્છ પશ્ચિમમાં સંરક્ષણ કામગીરીને મળ્યું નવું પ્રોત્સાહન
કચ્છ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છ પશ્ચિમના વન્યજીવ અને દરિયાઈ પર્યાવરણના સંરક્ષણને વધુ વેગ આપવાના હેતુથી કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર યાદવે નલિયા અને જખૌ સહિતના વિસ્તારોની મુલાકાત લઈ વિવિધ સંરક્ષણલક્ષી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. પ્
નલિયા ગ્રાસલેન્ડ ખાતે મંત્રીની મુલાકાત


નલિયા ગ્રાસલેન્ડ ખાતે મંત્રીની મુલાકાત


નલિયા ગ્રાસલેન્ડ ખાતે મંત્રીની મુલાકાત


નલિયા ગ્રાસલેન્ડ ખાતે મંત્રીની મુલાકાત


નલિયા ગ્રાસલેન્ડ ખાતે મંત્રીની મુલાકાત


નલિયા ગ્રાસલેન્ડ ખાતે મંત્રીની મુલાકાત


નલિયા ગ્રાસલેન્ડ ખાતે મંત્રીની મુલાકાત


કચ્છ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : કચ્છ પશ્ચિમના વન્યજીવ અને દરિયાઈ પર્યાવરણના સંરક્ષણને વધુ વેગ આપવાના હેતુથી કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભુપેન્દ્ર યાદવે નલિયા અને જખૌ સહિતના વિસ્તારોની મુલાકાત લઈ વિવિધ સંરક્ષણલક્ષી કામગીરીનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. પ્રવાસ દરમિયાન ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ (ઘોરાડ)ના સંરક્ષણથી લઈને મેન્ગ્રુવ પુનઃસ્થાપન અને સીવીડ ખેતી સુધીની કામગીરી અંગે તેમણે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી.

નલિયા ગ્રાસલેન્ડ ખાતે મંત્રીએ ઘોરાડના કુદરતી રહેઠાણની મુલાકાત લીધી હતી. સ્થાનિક અધિકારીઓએ કચ્છના ઘાસમેદાનોમાં જોવા મળતી વિવિધ ઘાસની પ્રજાતિઓ તથા ઘોરાડના સંરક્ષણ માટે ચાલી રહેલી કામગીરી અંગે માહિતી આપી હતી. આ દરમિયાન નલિયા ખાતે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ સોફ્ટ રિલીઝ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કેન્દ્ર ખાતે ઘોરાડના મોનિટરિંગ, સોફ્ટ રિલીઝ પ્રક્રિયા અને કુદરતી રહેઠાણના સંવર્ધન અંગે મંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા. સ્થાનિક ગ્રામજનો, વન વિભાગ, વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા અને અન્ય હિતધારકો સાથે પણ ચર્ચા યોજાઈ હતી.

વન્યજીવ સંરક્ષણ અને ચિત્તા પ્રોજેક્ટની કામગીરીને મજબૂત બનાવવા વન વિભાગને કુલ 33 નવા વાહનો પણ સોંપવામાં આવ્યા હતા. તેમાં 22 ટુ-વ્હીલર, 8 ફોર-વ્હીલર, 2 ઓલ-ટેરેન વાહન અને એક રેસ્ક્યૂ વાન/એમ્બ્યુલન્સનો સમાવેશ થાય છે. આ વાહનોના કારણે ફિલ્ડ સ્ટાફની પેટ્રોલિંગ અને તાત્કાલિક કામગીરી વધુ અસરકારક બનશે.

ત્યારબાદ સાંયરા વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું અને ‘એક પેડ માં કે નામ’ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરાયું. એક હેક્ટરમાં વિસ્તરેલા આ વનકવચમાં 49 પ્રજાતિના 10,073 રોપાં વાવવામાં આવ્યા છે. મધમાખી ઉછેરને પ્રોત્સાહન આપવા અહીં મધમાખીના માળા પણ મૂકવામાં આવ્યા છે.

જખૌ ખાતે મંત્રીએ મેન્ગ્રુવ નર્સરી તથા સીવીડ સીડ બેંકની મુલાકાત લઈ દરિયાઈ પર્યાવરણ આધારિત કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મેન્ગ્રુવ વાવેતર, પુનઃસ્થાપન અને રોપાઓના વિકાસ અંગે માહિતી મેળવવાની સાથે સીવીડ ખેતી દ્વારા દરિયાકાંઠાના સ્થાનિક સમુદાયને વૈકલ્પિક આજીવિકાની તકો મળી શકે તે અંગે ચર્ચા થઈ હતી.

મંત્રીએ મેન્ગ્રુવ વાવેતરમાં પણ ભાગ લીધો હતો. આ કામગીરીમાં ગ્રામજનો, વન વિભાગના કર્મચારીઓ તથા BSFના જવાનો જોડાયા હતા. કચ્છના દરિયાકાંઠાના કુદરતી સુરક્ષા કવચ સમાન મેન્ગ્રુવના વિસ્તરણ અને દરિયાઈ જૈવવિવિધતાના સંરક્ષણ માટે થઈ રહેલા પ્રયાસોની તેમણે પ્રશંસા કરી હતી.

કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા વન્યજીવ, ઘાસમેદાન અને દરિયાઈ પર્યાવરણના સંરક્ષણ સાથે સ્થાનિક લોકોની ભાગીદારી વધારીને પ્રકૃતિ સંરક્ષણ અને ટકાઉ વિકાસ વચ્ચે સંતુલન સ્થાપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande