ખાગેશ્રી ગામે ગોડાઉનમાં ધમધમતા જુગારધામ પર કુતિયાણા પોલીસનો સફાયો
પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : કુતિયાણા તાલુકાના ખાગેશ્રી ગામની સીમ વિસ્તારમાં વાડીના ગોડાઉનમાં તીનપત્તીના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કુતિયાણા પોલીસે દરોડો પાડી જુગારનો અખાડો ઝડપી પાડ્યો હતો. પોલીસે પાંચ આરો
ખાગે  શ્રી ગામે ગોડાઉનમાં ધમધમતા   જુગારધામ પર કુતિયાણા પોલીસનો સફાયો.


પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : કુતિયાણા

તાલુકાના ખાગેશ્રી ગામની સીમ વિસ્તારમાં વાડીના ગોડાઉનમાં તીનપત્તીના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે કુતિયાણા પોલીસે દરોડો પાડી જુગારનો અખાડો ઝડપી પાડ્યો હતો. પોલીસે પાંચ આરોપીઓને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે જુગારનો અખાડો ચલાવતો હોવાનું સામે આવેલો એક શખ્સ પોલીસ દરોડા દરમિયાન નાસી છૂટ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, ખાગેશ્રી ગામની સીમમાં આવેલી વાડીના ગોડાઉનમાં આરોપી અખિલ ભોગીભાઈ જસાણી પોતાના અંગત ફાયદા માટે અન્ય લોકોને બહારથી બોલાવી તીનપત્તીનો પૈસાની હારજીતનો જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન નિકુલ પ્રફુલભાઈ સીતાપરા, ભાવેશ પરષોતમભાઈ કણસાગરા, દિલીપ કાંતિભાઈ જસાણી, રસિક મોહનભાઈ ડેડકીયા, લખમણ હંસરાજભાઈ સંતોકી જુગાર રમતા મળી આવ્યા હતા. જ્યારે અખિલ ભોગીભાઈ જસાણી નાસી છૂટ્યો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના પાના તથા રોકડા મળી કુલ રૂ.66,450નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે કુતિયાણા પોલીસે જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande