સિદ્ધપુરમાં પર્યુષણ પર્વની ભક્તિભાવપૂર્વક શરૂઆત
પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર અને આસપાસના જિનાલયોમાં પવિત્ર પર્યુષણ પર્વની શરૂઆત થઈ છે. શ્રાવક-શ્રાવિકાઓ પ્રભુ દર્શન, પૂજન, સ્વાધ્યાય, તપ અને આત્મશુદ્ધિની આરાધનામાં જોડાયા છે. સુલતાન પાર્શ્વનાથ ભગવાન સહિતના જિનાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્ર
સિદ્ધપુરમાં પર્યુષણ પર્વની ભક્તિભાવપૂર્વક શરૂઆત


પાટણ, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : સિદ્ધપુર અને આસપાસના જિનાલયોમાં પવિત્ર પર્યુષણ પર્વની શરૂઆત થઈ છે. શ્રાવક-શ્રાવિકાઓ પ્રભુ દર્શન, પૂજન, સ્વાધ્યાય, તપ અને આત્મશુદ્ધિની આરાધનામાં જોડાયા છે. સુલતાન પાર્શ્વનાથ ભગવાન સહિતના જિનાલયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો, પ્રવચનો અને ખાસ આયોજનો યોજાઈ રહ્યા છે.

પર્યુષણ પર્વના ચોથા દિવસથી પવિત્ર કલ્પસૂત્રનું વાચન શરૂ થાય છે. તેમાં તીર્થંકરોના જીવનચરિત્ર, ઉપદેશ અને પરંપરાનું વર્ણન કરવામાં આવે છે. પાંચમા દિવસે ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકનું વાચન થાય છે. માતા ત્રિશલાદેવીના 14 શુભ સ્વપ્નોના પ્રસંગ સાથે જન્મ વાચન મહોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાય છે.

પર્વના અંતિમ દિવસે સંવત્સરીની વિશેષ આરાધના કરવામાં આવે છે. શ્રાવક-શ્રાવિકાઓ ઉપવાસ રાખી પ્રતિક્રમણ દ્વારા વર્ષ દરમિયાન થયેલી ભૂલોનું આત્મચિંતન કરે છે. ત્યારબાદ એકબીજાને 'મિચ્છામિ દુક્કડં' કહી ક્ષમા માગે છે.

આખા પર્યુષણ પર્વ દરમિયાન અહિંસા, તપ, ક્ષમાભાવ, સંતસંગ અને 'જીવો અને જીવવા દો'ના સિદ્ધાંત સાથે ધાર્મિક આરાધના કરવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande