સૌની યોજનાનું પાણી ફરી છોડવા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખની મંત્રી સમક્ષ રજૂઆત.
પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર પંથકના સિમર, રાણા રોજીવાડા અને અડવાણા ગામના ખેડૂતો દ્વારા પાણીના પ્રશ્ને કેબિનેટમંત્રી અર્જુન મોઢવાડિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિરમભાઇ કારાવદરાની સાથે મોટી સંખ્
સૌની  યોજનાનું  પાણી  ફરી  છોડવા  પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખની  મંત્રી સમક્ષ રજૂઆત.


પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.)પોરબંદર

પંથકના સિમર, રાણા રોજીવાડા અને અડવાણા ગામના ખેડૂતો દ્વારા પાણીના પ્રશ્ને કેબિનેટમંત્રી અર્જુન મોઢવાડિયાને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વિરમભાઇ કારાવદરાની સાથે મોટી સંખ્યામાં ખેડૂતો મંત્રીને મળ્યા હતા.ખેડૂતો દ્વારા સૌની યોજના અંતર્ગત પાણી ફરી વખત છોડવામાં આવે તેવી મુખ્ય માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્તુ-2 માં મોટી પાઇપલાઇન નાખવામાં આવે જેથી યોજનાનું પાણી વધુ વિસ્તારમાં પહોંચાડી શકાય તેવી રજૂઆત કરવામાં આવી હતી.સાથે જ સોરઠી ડેમ અડવાણા સુધી મોટી પાઇપલાઇન નાખવા તેમજ સિમર અને રાણારોજીવાડા ગામમાં મોટા વાલ્વ મુકવાની માંગ પણ કરવામાં આવી હતી.ખેડૂતોના જણાવ્યા મુજબ, આ કામગીરી થવાથી આસપાસના ગામોમાં પાણીની ઉપલબ્ધતા વધશે અને ખેડૂતોને સિંચાઇ માટે વધુ સુવિધા મળી શકશે.પાણીના પ્રશ્નને લઈને મોટી સંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા અને તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા મંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. ખેડૂતોની માંગણીઓ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની આશા વ્યક્તક રવામાં આવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande