



પોરબંદર, 14 સપ્ટેમ્બર (હિ.સ.) : માધવપુર-ઘેડના
માછીયારા બંદર વિસ્તારમાં રહેતા 35 વર્ષીય
માછીમાર નાસીર કાદરભાઈ પટેલિયાએ પોતાની પત્ની
સહિત ત્રણ વ્યક્તિઓ અને બે અજાણ્યા શખ્સો સામે ગંભીર આક્ષેપો સાથે ઉચ્ચ પોલીસ અધિકારીને રજૂઆત કરી છે.
યુવકનો આક્ષેપ છે કે, તેને હાથ-પગ બાંધી, આંખે પટ્ટો બાંધી તથા ગળામાં દોરડું બાંધી બેરહેમીથી માર
મારવામાં આવ્યો હતો. ત્યારબાદ પેશાબ પીવડાવી બેભાન હાલતમાં નજીકના જંગલમાં ફેંકી દેવાયો હતો. રજૂઆત મુજબ નાસીર માછીમારીના કામ માટે 1 સપ્ટેમ્બરે કોડીનાર ગયો હતો. 2 સપ્ટેમ્બરની રાત્રે પત્નીના ફોન બાદ તે માધવપુર પરત આવ્યો હતો.રાત્રે ઘરે પહોંચ્યા બાદ બહાર સુઈ ગયો
હતો. આ દરમિયાન તેના પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ છે.
નાસીરના જણાવ્યા મુજબ પત્ની મરીયમ અને તેના પૂર્વ પતિ મુકંદર ખારીયા સહિત બે અજાણ્યા શખ્સોએ તેને
માર માર્યો હતો. સમગ્ર ઘટનાનો મોબાઈલમાં વીડિયો બનાવાયો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. નાસીરનો વધુ આક્ષેપ છે કે, તેની પત્નીએ તેને પેશાબ પીવડાવ્યો હતો
અને બાદમાં બેભાન હાલતમાં હાથ-પગ બાંધેલી
સ્થિતિમાં જંગલમાં ફેંકી દેવાયો હતો. 7 સપ્ટેમ્બરે તેના ભાઈને તે બેભાન
હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ
108 મારફતે તેને માધવપુર સરકારી
હોસ્પિટલમાં ખસેડાયો હતો અને
ત્યાંથી વધુ સારવાર માટે પોરબંદર રિફર કરાયો હતો.
પોલીસે FIR ન નોંધ્યાનો આક્ષેપ રજૂઆતમાં નાસીરે જણાવ્યું છે કે, ઘટનાનો વીડિયો પરિવારજનો સુધી પહોંચ્યો હોવા છતાં અને હોસ્પિટલમાં MLC કેસ નોંધાયા બાદ પણ 13 સપ્ટેમ્બર સુધી FIR નોંધાઈ નથી. સમગ્ર બનાવની તપાસ LCB, SOG અથવા નાયબ પોલીસ અધિક્ષકને સોંપવાની
તેમજ આરોપીઓના મોબાઈલ લોકેશન
અને વીડિયો અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ પોલીસની ભૂમિકા અંગે પણ તપાસ
કરવાની રજૂઆત કરાઈ છે.
આ
ગંભીર આક્ષેપો અંગે પોલીસ તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી.રજૂઆતમાં કરાયેલા આક્ષેપોની સત્યતા
તપાસ બાદ જ સ્પષ્ટ થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya