ગાંધીનગર મનપા અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે સેક્ટર -7 ખાતે રક્તદાન શિબિરનું આયોજન
ગાંધીનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.) માનવતાના મહાન કાર્ય એવા રક્તદાનને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી, ગાંધીનગર મહાનગરપાલિકા તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (ગાંધીનગર જિલ્લા શાખા)ના સંયુક્ત ઉપક્રમે આજે 17 સપ્ટેમ્બર, (ગુરુવાર) ના રોજ એક વિશાળ રક્તદાન શ
શહેર પ્રમુખ સોશિયલ મીડિયા


ગાંધીનગર, 16 સપ્ટેમ્બર (હિ.સ.)

માનવતાના મહાન કાર્ય એવા રક્તદાનને પ્રોત્સાહન આપવાના ઉમદા હેતુથી, ગાંધીનગર મહાનગરપાલિકા તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી (ગાંધીનગર જિલ્લા શાખા)ના સંયુક્ત ઉપક્રમે આજે 17 સપ્ટેમ્બર, (ગુરુવાર) ના રોજ એક વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

તમારું રક્તદાન, કોઈનું જીવનદાન ના સેવાકીય વિચાર સાથે આયોજિત આ શિબિર સેક્ટર-7 સ્થિત કોમ્યુનિટી હોલ ખાતે સવારે 9:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી યોજાશે.

રક્ત એ લેબોરેટરીમાં બનાવી શકાતું નથી, તે માત્ર એક સ્વસ્થ વ્યક્તિના દાન થકી જ પ્રાપ્ત થઈ શકે છે. ત્યારે રક્તદાન એ જ મહાદાન છે તે ઉક્તિને સાર્થક કરવા આ શિબિરનું આયોજન કરાયું છે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા તમામ નગરજનોને અપીલ કરવામાં આવે છે કે, આવો, રક્તદાન કરીએ • જીવનદાન આપીએ. શહેરના તમામ યુવાનો, રક્તદાતાઓ, જાગૃત નાગરિકો અને સામાજિક સંસ્થાઓ આ રક્તદાન શિબિરમાં મોટી સંખ્યામાં સહભાગી બનીને કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિનો જીવ બચાવવાના આ ભગીરથ કાર્યને સફળ બનાવે તેવો અનુરોધ કરવામાં આવે છે.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande